મહુધા તાલુકા પંચાયતના ખૂંટજના કાૅંગ્રેસના સભ્ય સહિત સ્થાનિક બે અગ્રણીઓ ભાજપમાં જાેડાયા
(પ્રતિનિધિ) નડિયાદ, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીકમા જ છે,ત્યારે ખેડા જિલ્લામાં કોંગ્રેસ સહિતના વિપક્ષી સભ્યો અને કાર્યકરો એક પછી એક ભાજપમાં જાેડાવાનો સિલસિલો ચાલુ છે.
જેના પગલે આજે મહુધા પંચાયતના ખૂંટજના કાૅંગ્રેસના વર્તમાન સભ્ય સીંકદરભાઈ નબીભાઈ મલેક સહિત સાપલા ગામના પૂર્વ સરપંચ દિનેશભાઇ મંગલભાઈ ચૌહાણ અને સ્થાનિક લઘુમતી સમાજના અગ્રણીબાબુભાઈ ઇશામભાઈ મલેક તેમના ૫૦ જેટલા ટેકેદારો સાથે કાૅંગ્રેસ છોડી ભાજપમાં જાેડાઈ ગયા છે.
નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રભારી ગોરધનભાઇ ઝડફિયા, કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી અજયભાઇ બ્રાહ્મભટ્ટ, વિકાસભાઈ શાહ, નટુભાઈ સોઢા પ્રભારી રાજનભાઈ દેસાઈ તથા જિલ્લા સંગઠનના અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં
આ કાર્યકરોને ઉમળકાભેર આવકારી ભાજપનો ખેસ ધારણ કરાવાયો હતો. કોંગ્રેસ પક્ષની પ્રજાવીરોધી રીતિનીતિ અને દિશા વિહીન સંગઠન સ્થાનિક કક્ષાના અસંતોષથી નારાજ થઈ તેમણે કાૅંગ્રેસ છોડી ભાજપમાં જાેડાવાનો ર્નિણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.