Western Times News

Gujarati News

મહુવા APMCમાં ટુકડા ઘઉંની હરાજી, ભાવમાં તેજી યથાવત

ભાવનગર, ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ૧૪ માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી.

મહુવા માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી. ૧૪ માર્ચના રોજ કુલ ૧૬ જણસીઓની આવક નોંધવામાં આવી હતી.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ૧૨૭૯૧૨ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ ૨૦૩ રૂપિયાથી લઈને ૨૭૫ રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી ૬૫૦૦૦ ની આવક નોંધાઈ હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ ૧૨૫ અને ઊંચા ભાવ ૩૪૫ રૂપિયા સુધીના નોંધાયા હતા. ૧૪ માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી.

જેમાં એક મણના નીચા ભાવ ૧,૧૦૦ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૧,૩૮૦ રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ ૪૩૦ થી લઈને ૬૧૭ રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ૪૦૧ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૫૭૧ રૂપિયા સુધીના નોંધાયો હતો.

માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ૨,૩૦૦ રૂપિયાથી લઈને ૨,૨૭૬ રુંપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના ૬૧ ગાસડીની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના ભાવ ૧,૩૦૧રૂપિયાથી લઈને ૧,૫૬૨ રૂપિયા સુધીના નોંધાયા હતા.

યાર્ડમાં લીલા નારિયેળના ૧૩૩૩૦ નંગની આવક થઇ હતી. ૧૦૦ નંગના નીચા ભાવ ૪૨૮ રૂપિયા રહ્યા હતાં. ઊંચા ભાવ ૧,૮૬૧ રૂપિયા સુધી નોંધાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.