Western Times News

Gujarati News

નોકરાણીએ એકલા રહેતા ૬૬ વર્ષીય વૃદ્ધાનો લાભ ઉઠાવી હત્યા કરી

નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં બુધવારે ૬૬ વર્ષીય મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી. આટલું જ નહીં વૃદ્ધાના ઘરમાં તોડફોડ પણ કરાઈ હતી. તેઓ ઘરમાં એકલા જ રહેતા હતા, તેમના પતિનું ૨૦૧૮માં મોત થયું હતું.

maid took advantage of a 66-year-old woman living alone and killed her

પોલીસને સૌથી પહેલા શંકા ૧૭ વર્ષીય નોકરાણી અને તેના કથિત બોયફ્રેન્ડ પર ગઈ હતી, જેના આધારે ટીમે તેઓ બંનેનો પીછો કર્યો હતો અને આખરે યુપીના ગોરખપુરમાંથી ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી ઘરમાંથી ચોરેલા સોનાના ઘરેણાં સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી.

પોલીસને ગુરુવારે બપોરે હત્યા અંગેનો ફોન આવ્યો હતો અને મૃતકની ઓળખ ઉષા કૌલ (૬૬) તરીકે થઈ હતી. પોલીસને સૌથી પહેલા શંકા નોકરાણી પર ગઈ હતી, જે વૃદ્ધા સાથે રહેતી હતી અને ઘટના બાદ ગાયબ હતી. કૌલ, જેઓ મૂળ જમ્મુ-કાશ્મીરના હતા તેમણે એક વર્ષ પહેલા છોકરીને કામ કરવા રાખી હતી. મૃતકનો દીકરાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી, જે નોઈડાની એક આઈટી કંપનીમાં નોકરી કરે છે જ્યારે તેમની દીકરી પરિણીત છે.

ડીસીપી (દ્વારકા) એમ હર્ષવર્ધને કહ્યું હતું કે ‘પોલીસની ટીમે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા અને સવારે આશરે ૨.૪૦ કલાકે એક શખ્સ ઘરમાં ઘૂસતો દેખાયો હતો. બાદમાં ૪.૧૮ વાગ્યે શખ્સ અને મહિલા ઘરમાંથી બહાર નીકળતા જાેવા મળ્યા હતા, જેમાંથી એકની ઓળખ મૃતક દ્વારા કામ પર રખાયેલી નોકરાણી તરીકે થઈ હતી.

ઘટનાની જાણ બપોરે ૨.૩૦ કલાકે ત્યારે થઈ હતી ત્યારે કેટલાક પાડોશીઓ અને સંબંધીઓએ મૃતકના દીકરાને સૂચના આપી હતી. વર્ધને ઉમેર્યું હતું કે, કૌલે છોકરીનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું નહોતું, તેથી તેના મોબાઈલ નંબર સહિતની કોઈ માહિતી નહોતી.

જાે કે, નોકરાણીની ઓળખ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સ ઈનપુટ દ્વારા થઈ હતી. ‘અમને તેમ પણ જાણવા મળ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે શિવમ નામના છોકરા સાથે નજીકમાં રહેતી હતી. ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે ખુલાસો થયો હતો કે હત્યા અને લૂંટ બાદ બંનેએ બિહારમાં આવેલા તેમના વતન સમસ્તીપુર ભાગી જવા માટે ટ્રેન પકડી હતી, તેમ વર્ધને જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.