સુરતમાં 2700 કરોડના GST ચોરીનો મુખ્ય આરોપી ઝડપાયો
ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી- આ મામલે અત્યાર સુધી કુલ ૧૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, કરોડોની GST ચોરી કઈ જગ્યાએ વાપરી તે બાબતે તપાસ ચાલુ છે
સુરત,દેશના સૌથી મોટા ય્જી્ ચોરની સુરત ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર ઇકો સેલે સુફિયાન કાપડિયાની ધરપકડ કરી છે. સુફિયાનની ૨૭૦૦ કરોડની GST ચોરી મામલે ધરપકડ કરવામાં આવી છે. તેણે ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.
આ મામલે અત્યાર સુધી કુલ ૧૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કરોડોની ય્જી્ ચોરી કઈ જગ્યાએ વાપરી તે બાબતે તપાસ ચાલુ છે. ય્જી્ ચોરીની શરૂઆત આ વ્યક્તિ કરી હતી.
ઓક્ટોબર ૨૦૨૨માં ઇકોસેલ દ્વારા જીએસટી વિભાગને સાથે રાખીને ગુજરાતમાં અલગ અલગ એકસાથે છ જગ્યા ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૬ શહેરોમાં દરોડા પયા હતા. તે દરમિયાન એક સાથે ૧૪ જેટલા લોકોની ધરપકડ ઇકો સેલ દ્વારા કરવામાં આવી હતી.
ત્યારબાદ ઇકો સેલ દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ સાથે કુલ ૧૮ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.ઇકો સેલ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, બોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં ૨,૭૦૦ કરોડ જેટલા ટ્રાન્જેકશન કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ખોટી રીતે ઉભી કરવામાં આવ્યું હોય તે પ્રકારની ૧૫૦૦ જેટલી કંપનીઓ પોલીસના ધ્યાને આવી હતી. આ ૧૫૦૦ કંપનીઓની તપાસ કરતા સામે આવ્યુ હતુ કે, તેમાંથી ૧૩૦૦ જેટલી કંપનીઓ ગુજરાતમાં રજિસ્ટર કરવામાં આવી છે અને અન્ય ૨૫૦ કરતાં વધારે જે કંપનીઓ હતી.
તે ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં રજિસ્ટર કરવામાં આવી હતી. આ તમામ કંપનીઓ સાથે મળીને કુલ ૨૭૦૦ કરોડ જેટલા ટ્રાન્જેકશન બોગસ બિલ્ડિંગમાં કરવામાં આવ્યા હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. ખોટી રીતે ૨૭૦૦ કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન કરીને આરોપી દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી.
આ કૌભાંડના બે મુખ્ય સૂત્રધારો ઉસ્માન અને મૂર્શીદ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતાં. આ બંને આરોપી આખું કૌભાંડ ભાવનગર અને સુરતથી ઓપરેટ કરતા હતા.
ત્યારે બોગસ બીલિંગ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સૂફીયાન પોલીસ પકડથી દૂર હતો, પરંતુ હવે સુફિયાનની પણ ધરપકડ ઇકો સેલ દ્વારા કરવામાં આવી છે. સૂફીયાન કાપડિયાની વાત કરવામાં આવે તો પોલીસની તપાસ દરમિયાન કૌભાંડમાં જે સૌ પ્રથમ આઠ પેઢી બોગસ મળી આવી હતી, તે પેઢીઓની તપાસ કરતાં ૨૭ અન્ય બોગસ પેઢીઓ પણ મળી આવી હતી.
આ ૨૭ પેઢીમાંથી ગણેશ એન્ટરપ્રાઇઝ અને ગોપી એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં આરોપીએ બોગસ બીલિંગ કર્યું હતું. આ ઉપરાંત આરોપીએ અમદાવાદમાં ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેનું કામ કરતા ધર્મેશ ગાંધી સાથે મળીને ૯૦૦ કરોડ રૂપિયાના ફેક બીલિંગ જનરેટ કર્યા હતા.
આ ઉપરાંત ઇકો સેલને એવી પણ માહિતી મળી છે કે, આરોપી સુફિયાન કાપડિયા દ્વારા સુરતમાં કેમિકલ અને સ્ક્રેપની કંપનીઓને પણ બોગસ બીલિંગ કરીને મોકલ્યા હતા.