Western Times News

Gujarati News

જરૂરિયાતના સમયે લોહી ન મળવાના કારણે માતૃ મરણ ન થાય તે મુખ્ય ઉદ્દેશ : વડોદરા કલેક્ટર

સરકારી તેમજ ખાનગી બ્લડ બેંક સાથે એમ.ઓ.યુ. માટે કલેકટરશ્રીની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ

વડોદરા, જરૂરિયાતના સમયે દર્દીઓને બ્લડ મળે અને લોહી ન મળવાના કારણે મરણ ન થાય તે ઉદ્દેશથી બેંક કલેક્ટર શ્રી અતુલ ગોરની અધ્યક્ષતા હેઠળ સરકારી અને ખાનગી બ્લડ બેંક તેમજ હોસ્પિટલના પ્રતિનિધિઓની હાજરીમાં ધારાસભા હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક હેઠળ કલેકટર શ્રી અતુલ ગોરે સરકારી તેમજ ખાનગી બ્લડ બેંક એકબીજાના કાર્ડને સ્વીકારે તેમજ માન્યતા આપે તે જરૂરી જણાવ્યું હતું. વધુમાં તમામ બ્લડ બેંક વચ્ચે એમ.ઓ.યુ. થાય તેવું સુવ્યવસ્થિત આયોજન કરવા માટે સૂચનો આપ્યા હતા.

શ્રી ગોરે જણાવ્યું હતું કે અકસ્માતના, સર્જરી અથવા સગર્ભા સ્ત્રીના કિસ્સામાં બેંક વહેલી તકે બ્લડ મળે તેને પ્રાથમિકતા આપવામાં આવે અને દર્દીઓને હાલાકી ના પડે તે અંગે ગંભીરતા દાખવવામાં આવે. સામાન્ય રીતે બ્લડ બેંકમાંથી બ્લડ મેળવવા માટે બ્લડ આપવું જરૂરી હોય છે. સંવેદનશીલ પરિસ્થિતિમાં ડોનર રિપ્લેસમેન્ટ શક્ય ન હોય તો પણ તાત્કાલિક બ્લડ આપવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

બ્લડ બેંકના બ્લડ સ્ટોરેજ યુનિટમાં તમામ ગ્રુપના બ્લડ ઉપલબ્ધ થાય તે માટે  વધુમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે અને રક્તદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે તે તથા સગર્ભા મહિલાઓને યોગ્ય સમયે બ્લડ મળે તે માટે સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક અંતર્ગત જમના બાઈ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ ક્ષમતામાં વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં એસ.એસ.જી. હોસ્પિટલના મોનીટરીંગ અંતર્ગત બ્લડ ડોનેશનમાં વધારો થાય તે માટે સુચારુ આયોજન થાય અને રેડ ક્રોસ સોસાયટી પણ સહભાગી થાય તેમ જરૂરી જણાવ્યું હતું.

સરકારી અધિકારી તેમજ ખાનગી સંસ્થાના બ્લડબેંક ચલાવતા મહાનુભાવોને કલેકટર શ્રીએ અનુરોધ કર્યો હતો કે સંસ્કારી નગરીમા કોઈ પણ દર્દી લોહીની અછતને લીધે જીવ ના ગુમાવે તે માટે જિલ્લાતંત્ર સજ્જ છ. આ યોજના થકી લોકોમાં બ્લડ ડોનેશન માટે લોકો જાગૃત બનશે તેમજ તેઓનો વિશ્વાસ દ્રઢ થશે એમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમા અધિક નિવાસી કલેકટર, શ્રી  ડી. ડી. ઓ, સી. ડી. એચ. ઓ., સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના વડા, આરોગ્ય વિભાગના અધિકારીઓ  અને સરકારી તેમજ ખાનગી બ્લડ બેંકના  પ્રતિનિધિઓની  ઉપસ્થિતીમાં યોજાયો હતો..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.