Western Times News

Gujarati News

ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવોઃ પી.કે. લહેરી

એચ.એ. કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસના રપમાં વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ

(એજન્સી)અમદાવાદ, ગુજરાત લો સોસાયટી સંચાલીત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં વિશ્વ માતૃભાષા દીવસના રપમાં વર્ષની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી માતૃભાષાના પર વાત કરતા રાજયના પૂર્વ ચીફ સેક્રેટરી પી.કે.લહેરીએ કહયું હતું કે શિક્ષણાં હંમેશા માતૃભાષાનો વિષય તો હોવો જ જોઈએ ગુજરાતમાં શિક્ષણમાં તમામ સ્તરે ગુજરાતી ભાષાનો સમાવેશ કરવા બદલ રાજય સરકારને અભીનંદન આપ્યા હતા.

પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા કહયું હતું કે, વિશ્વમાં ગુજરાતીઓ, ગુજરાતીમાં વાત કરતા ગૌરવ અનુભવે છે. ગુજરાતી ભાષાના વૈભવ તથા પ્રસિદ્ધ લેખકો અને કવિઓને યાદ કરીને ગુજરાતીના વિકાસમાં વિશ્વકોશના યોગદાનને પણ વિધાર્થીઓઅ સમક્ષ રજુ કર્યું હતું. તેઓએ આગ્રહ રાખ્યો હતો કે ગુજરાતના નાગરીકો હંમેશા ગુજરાતીમાં વાતચીત કરે ગુજરાતીમાં લખાણ લખે અને ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવે તે જરૂરી છે.

તેમણે વધુમાં કહયું હતુું કે, બહુભાષી અને બહુસાંસ્કૃતિક સમાજો તેમની ભાષાઓ દ્વારા અસ્તિત્વમાં આવે છે. જે પરંપરાગત જ્ઞાન અને સંસ્કૃતિને ટકાઉ રીતે પ્રોત્સાહીત કરે છે. અને સાયવે છે. વધુનો વધુ ભાષાઓ લુપ્ત થતી હોવાથી ચિતા વ્યકત કરતા કહયું કે, વિશ્વની ૪૦ ટકા વસ્તી જે ભાષા બોલે છે. અને સમજે તેમાં શિક્ષણ મેળવતી નથી. તેઓએ પ્રતીબદ્ધતાઓ સામે નવીનીકરણ કરવા શિક્ષણ પરીણામ સુધારા વધુ શાંતીપુર્ણ ટકાઉ સમાજો બનાવવા ભાષાની જાળવણી પર ભાર મુકયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.