Western Times News

Gujarati News

છત્તીસગઢમાં IED બ્લાસ્ટ એટલો મોટો હતો કે 10 ફૂટ ખાડો પડી ગયોઃ 9 જવાનોના મોત

છત્તીસગઢમાં નક્સલીના IED બ્લાસ્ટમાં નવ જવાન શહીદ-ગૃહમંત્રી અમિતશાહે શોક વ્યક્ત કર્યોઃ નક્સલીઓ સામે કઠોર પગલાં ભરાશે

(એજન્સી)બીજાપુર, છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે. જેમાં આઈઈડી બ્લાસ્ટમાં નવ જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય આઠ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત છે. નક્સલવાદીઓએ કુટરૂ માર્ગમાં સુરક્ષાદળના વાહનને ટાર્ગેટ બનાવ્યો હતો.

સુરક્ષાદળો નક્સલ પ્રભાવિત વિસ્તારો દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશન પતાવી પરત ફરી રહ્યા હતા. બપોરે ૨.૧૫ વાગ્યે કુટરૂ પોલીસ સ્ટેશનના અંબેલી ગામ નજીક નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી સુરક્ષાદળનું વાહન ઉડાવી દીધુ હતું. આઈજી બસ્તર અનુસાર, નક્સલવાદીઓએ બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટમાં આઠ ડીઆરજી જવાન અને એક ડ્રાઈવર સહિત નવ જવાન શહીદ થયા છે. Major Naxalite attack in Bijapur, Chhattisgarh, 9 soldiers martyred in IED blast,

છત્તીસગઢ વિધાનસભા અધ્યક્ષ રમન સિંહે બીજાપુર આઈઈડી બ્લાસ્ટ મુદ્દે નિવેદન આપ્યું છે કે, ‘જ્યારે-જ્યારે નક્સલીઓ વિરૂદ્ધ મોટા ઓપરેશન હાથ ધરાય છે, ત્યારે આ નક્સ્લીઓ આ પ્રકારની કાયરતાભર્યું અને પીઠ પાછળ હુમલો કરતાં હોય છે. નક્સલવાદ વિરૂદ્ધ છત્તીસગઢ સરકાર જે પગલાં ઉઠાવી રહ્યા છે. તેને હવે વેગવાન બનાવાશે. સરકાર ડરશે કે ઝુકશે નહીં. તેમની વિરૂદ્ધ આકરી કાર્યવાહી ચાલુ રાખશે.’

છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી અરૂણ સાવે આઈઈડી બ્લાસ્ટને વખોડતાં જવાનોની શહાદત નિષ્ફળ નહીં જાય તેનું વચન આપતાં કઠોર પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ સુરક્ષા દળોની શહાદત પર શોક વ્યક્ત કર્યો હતો.

છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી અથડામણ ચાલી રહી છે. ગઈકાલે અબૂઝમાડ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર નક્સલવાદી ઠાર કરાયા હતા. તેમના મૃતદેહનો કબજો પણ સુરક્ષા દળોએ લઈ લીધો હતો.

આ અથડામણમાં સુરક્ષા દળોએ એકે-૪૭ અને એસએલઆર સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા હતાં. ૨૬ એપ્રિલ, ૨૦૨૩માં દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળોને લઈ જતાં વાહનને નક્સલવાદીઓએ બોમ્બથી ઉડાવી દેતાં દસ પોલીસ કર્મી અને ડ્રાઈવર શહીદ થયા હતા.

આઈજી બસ્તર આ સમગ્ર મામલાની દેખરેખ રાખી રહ્યા છે અને પોલીસ કોઓર્ડિનેશનના વોર રૂમમાં હાજર છે. નક્સલ ઓપરેશનના એડીજી વિવેકાનંદ સિન્હાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સૈનિકો પરત ફરી રહ્યા હતા ત્યારે જ આઈઈડી બ્લાસ્ટ થયો હતો. આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને નક્સલીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નક્સલવાદીઓએ અહીં પહેલાથી જ લેન્ડમાઈન બિછાવી હતી, જેવો જ સૈનિકોનું વાહન આ લેન્ડમાઈનની અસરમાં આવ્યું કે તરત જ નક્સલવાદીઓએ તેને બ્લાસ્ટ કરી દીધો. પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, વાહનમાં ૧૫થી વધુ સૈનિકો હતા જેઓ નક્સલ વિરોધી અભિયાનમાંથી કેમ્પ તરફ પાછા ફરી રહ્યા હતા. નક્સલવાદીઓએ પહેલા જ સૈનિકોને નિશાન બનાવવા માટે લેન્ડમાઈન બિછાવી હતી, જેના કારણે ૭ જવાનો શહીદ થયા હતા. હાલ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને સૈનિકોની ટીમ મોકલવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.