કેરળના મંદિર મહોત્સવમાં મોટી દુર્ઘટનાઃ ૧૫૦ લોકો ઘાયલ, ૮ની હાલત ગંભીર
કેરળ, દિવાળી પહેલા કેરળના કાસરગોડમાં એક મોટી દુર્ઘટના થઈ છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
વિસ્ફોટના કારણે સ્થળ પર સ્થિતી બગડી હતી. કાર્યક્રમમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.આ ઘટના અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં બની હતી. અહીં મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
તેને સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રે ૧૨.૩૦ વાગ્યે અચાનક ફટાકડા ફૂટવા લાગ્યા અને થોડી જ વારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા ગતા.ઘટના દરમિયાન લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું.
વિસ્ફોટના કારણે ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ૯૭ ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.પોલીસે જણામવ્યું કે અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો.
કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન, રાત્રે ૧૨.૩૦ વાગ્યે અચાનક સ્ટોરેજમાં મોટો ધડાકો થયો હતો. ત્યાં એક પછી એક બધા ફટાકડા ફોડવા લાગ્યા. બન્યું એવું કે સ્ટોરેજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતા. ભીડમાં રહેલા લોકો આ આગનો વીડિયો બનાવવા લાગ્યા. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં ૧૫૦ થી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ૮ની હાલત નાજુક છે.SS1MS