Western Times News

Gujarati News

ઘરવિહોણા લોકો માટે મકરબામાં આશ્રયગૃહ બનશેઃ ક્ષમતા 200 બેડની

પ્રતિકાત્મક

જેમાં ટુ ટાયર બેડ (ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરે સાથે) નો તેમજ સિવીલ વર્ક, પર્કોલેશન વેલ તથા ઇન્ટીરીયર/ફર્નીચરને લગતી ટેબલ, ખુરશી, લોકર વગેરે જેવી આઈટમો

મકરબામાં આશ્રયગૃહ અને રાણીપમાં વાંચનાલય બનશે

(પ્રતિનિધિ)અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ શાસક પક્ષ ઘ્‌વારા ૨૦૨૪-૨૫ના બજેટમાં જાહેર કરવામાં આવેલા વિકાસ ના કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મકરબા માં આશ્રયગૃહ અને રાણીપ માં વાંચનાલય ના કામોને મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ શહેરમાં રસ્તાઓ ઉપર રહેતાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી સરખેજ વોર્ડ માં આશરે ૮૫૪ ચો.મી.ના પ્લોટમાં રૂ.૫.૩૬ કરોડના ખર્ચે ૨૦૦ બેડની કેપેસીટીનું અને ય્+૪ સ્ટોરીનું આશ્રયગૃહ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં ૧૦૦ સેટમાં ટુ ટાયર બેડ (ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરે સાથે) નો તેમજ સિવીલ વર્ક, પર્કોલેશન વેલ તથા ઇન્ટીરીયર/ફર્નીચરને લગતી ટેબલ, ખુરશી, લોકર વગેરે જેવી આઈટમોનો તેમજ ઈલેકટ્રીકલ, સી.સી.ટી.વી., એલીવેટર્સ, ફાયર ફાઈટીંગ સીસ્ટમ, સોલર પાવર જનરેશન વગેરે જેવી સીવીલવર્ક/ઈલેકટ્રીક વર્કને લગતી આઈટમોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

જેનો લાભ પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, એસ.જી.હાઈવે વિસ્તારની આસપાસ ઘરવિહોણા લોકોને મળશે. પશ્વિમ ઝોનના રાણીપ વોર્ડમાં ઉપાસના સોસયટીમાં વાંચનાલય રૂમ બનાવવામાં આવશે.આ જગ્યાએ અભ્યાસ કરવા માટે હોલ, લેડીઝ- જેન્ટસ ટોયલેટ તેમજ પીવા પાણીની સુવિધા સાથેનો વાંચનાલય રૂમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંચનાલયરૂમ જે જગ્યાએ બનાવવામાં આવશે તે જગ્યાની આજુ બાજુ આશરે ૧૫૦થી ૨૦૦ મધ્યમવર્ગનાં પરિવારો રહે છે. જેમનાં ઘરમાં બાળકોને અભ્યાસ કરવા માટે અલગથી કોઇ વ્યવસ્થા હોતી નથી.

જેથી આવા પરિવારમાંથી આવતાં અભ્યાસમાં તેજસ્વી બાળકોનું ભવિષ્ય રૂંધાય છે. જેથી સદર જગ્યાએ વાંચનાલયરૂમ બનાવવામાં આવે તો બાળકોને અભયાસ કરવા માટે સાનુકુળ વાતાવરણ મળી રહે. જેથી સદર જગ્યાએ વાંચનાલયરૂમ બનાવવો ખૂબજ જરૂરી છે. આ જગ્યાએ આશરે ૮૪ ચો.મીનો અભ્યાસ કરવા માટેનો હોલ બનાવવાનું આયોજન કરેલ છે. જેમાં આશરે ૧૦૦ થી ૧૨૦ બાળકો એકી સમયે અભ્યાસ માટે ઉપયોગ કરી શકે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.