એસસી-એસટી માટે બજેટનો ઉચિત હિસ્સો સુનિશ્ચિત કરવા કાયદો બનાવોઃ રાહુલ

કાઠમાંડૂ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દલિતો અને આદિવાસીઓ માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી યોજનાઓ માટે બજેટમાં ઉચિત હિસ્સો સુનિશ્ચિત થાય તે માટે કાયદો બનાવવાની શુક્રવારે માંગ કરી છે અને તેમને સત્તામાં ભાગીદાર તથા સરકારમાં તેમની વાત સાંભળવામાં આવે તે માટે નક્કર પગલાં ભરવાનું આહ્વાન કર્યું છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તેમણે તાજેતરમાં જ દલિતો અને આદિવાસી સમુદાયોની સાથે જોડાયેલા સંશોધકો, કાર્યકરો અને સામાજિક કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.
આ સમુદાયના પ્રતિનિધિમંડળે માંગ કરી કે કેન્દ્રીય બજેટનો એક ચોક્કસ હિસ્સો દલિતો અને આદિવાસીઓ માટે ફાળવવા માટે એક રાષ્ટ્રીય કાયદો બનાવવામાં આવે.આ સાથે રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, કર્ણાટક અને તેલંગાણામાં પહેલાથી જ આવા કાયદા છે અને ત્યાં આ સમુદાયના લોકોને લાભ મળી રહ્યો છે. યુપીએ સરકારે પણ રાષ્ટ્રીય સ્તરે દલિતો અને આદિવાસીઓ માટે ‘પેટા યોજનાઓ’ શરૂ કરી હતી.
જોકે, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન આ જોગવાઈઓને નબળી પાડવામાં આવી છે અને બજેટનો ખૂબ નાનો હિસ્સો આ વર્ગાેના લોકો સુધી પહોંચી રહ્યો છે. આ સાથે, રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દલિત અને આદિવાસી લાંબા સમયથી અધિકારો અને પ્રતિનિધિત્વ માટે લડી રહ્યા છે. હવે તેમને સત્તામાં ભાગીદારી અને સરકારમાં અવાજ માટે નક્કર પગલાં ભરવા જોઈએ.SS1MS