દેશભરનાં કોચિંગ સેન્ટર્સ માટે સમાન નિયમ બનાવો: સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશભરના તમામ કોચિંગ સેન્ટર્સ માટે સમાન નિયમ બનાવવા જરૂરી છે.
કોર્ટે દિલ્હીના આઇએએસ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં થોડા સમય પહેલાં પાણી ભરાવાથી મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થી અંગેના કેસની સુનાવણી કરતી વખતે આવી ટિપ્પણી કરી હતી. જજ સૂર્યકાંત અને જજ ઉજ્જવલ ભુયાનની બેન્ચે જણાવ્યું હતું કે, “સુનાવણી વખતે એવું ન થઇ શકે કે અચાનક કોઇ ઘટના બને અને તમામ લોકોને નિયમોની જાણકારી મળી જાય.
એટલે આ મુદ્દે સમાન નિયમ તૈયાર કરવા જરૂરી છે.” કોર્ટની એમિકસ ક્યુરે તરીકે મદદ કરી રહેલા સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ દવેએ ધ્યાન આપવા જેવી બાબતો અંગે માહિતી આપી હતી.
તેમણે કોચિંગ સેન્ટર્સ માટે ફાયર સેફ્ટી, ફીના નિયમ, વર્ગના વિસ્તારના પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા અને શિક્ષકોનો રેશિયો, સીસીટીવીનું ઇન્સ્ટોલેશન, મેડિકલ સુવિધા, માનસિક આરોગ્યની જાળવણી તેમજ કાઉન્સેલિંગ સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યાે હતો.SS1MS