Western Times News

Gujarati News

તમામ સ્કૂલમાં ફરજિયાત ગુજરાતી ભણાવવાનું અમલ કરાવો : હાઈકોર્ટ

Files Photo

અમદાવાદ, પ્રાથમિક શાળામાં ગુજરાતી ભણાવવા અને ફરજિયાત કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સરકારને ટકોર કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે શાળા પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. એટલું જ નહીં, ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવાયું છે કે તમામ બોર્ડને ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ પડે છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણવા અને ફરજિયાત કરવા મામલે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી થઈ છે. જેમાં હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાચારી ના બતાવે. ગુજરાતી ભાષા ભણવવા માટેનો પરિપત્ર સરકારનો જ છે તો લાચારી શા માટે સરકાર બતાવી રહ્યું છે. ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડે છે. ત્યારે ફરજીયાત ગુજરાતી ભણવવાના નિર્દેશનો સરકાર અમલ કરાવે.

જે કોઈ બોર્ડ કે પછી શાળાઓ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરતી ના હોય તેમની વિરુદ્ધ રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જાેઈએ તેવું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે માતૃભાષા ભણવી એ દરેક વ્યક્તિનો અધિકારી છે. જાે સરકાર આ બધા નિયમની અમલવારી કરવામાં લાચાર બનતી હોય કે અશક્ષમ બનતી હોય તો કોર્ટ પોતાનો ર્નિણય આપશે.

મહત્વનું છે કે, સરકાર તરફી રજુઆત કે સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. આ મામલે વધુ સુનાવણી આગામી ૨૨ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. રાજ્યની તમામ સરકારી કચેરીઓ, સંકુલો અને જાહેર સ્થળોએ નામ, સૂચના, માહિતી કે દિશા- નિર્દેશો લખેલા હોય તે લખાણોમાં પણ હિન્દી- અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. ત્યારબાદ હવે હાઇકોર્ટ પણ આ અંગે ટકોર કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પણ રાજ્યમાં માતૃભાષા ગુજરાતીનો વ્યાપ વધારવાની દિશામાં પ્રાગતિશીલ છે. જે અંગે અગાઉ ૮ મહાનગરોમાં શિક્ષણ સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓના નામના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.જે મામલે સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ઠરાવ પણ જારી કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.