‘Make in India’ illustrates the collective resolve of 140 crore Indians: PM
Compliments all those who are tirelessly working to make this movement a success over the last decade
New Delhi, The Prime Minister, Shri Narendra Modi has hailed the completion of 10 Years Of Make In India initiative. Shri Modi underlined that ‘Make in India’ illustrates the collective resolve of 140 crore Indians to transform the nation into a manufacturing and innovation powerhouse. He reiterated the government’s commitment to encouraging ‘Make in India’ through all possible ways.
The Prime Minister posted on X:
“Today, we mark 10 Years Of Make In India. I compliment all those who are tirelessly working to make this movement a success over the last decade. ‘Make in India’ illustrates the collective resolve of 140 crore Indians to make our nation a powerhouse of manufacturing and innovation. It’s noteworthy how exports have risen in various sectors, capacities have been built, and thus, the economy has been strengthened.
The Government of India is committed to encouraging ‘Make in India’ through all possible ways. India’s strides in reforms will also continue. Together, we will build an Atmanirbhar and Viksit Bharat!“
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા પહેલના 10 વર્ષ પૂરા થવાને લઈને પ્રશંસા કરી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયા’ રાષ્ટ્રને મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન પાવરહાઉસમાં પરિવર્તિત કરવા માટે 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. તેમણે તમામ સંભવિત રીતે ‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રીએ આ અંગે પોસ્ટ કર્યું કે, “આજે, આપણે મેક ઇન ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છીએ. હું તે તમામ લોકોને અભિનંદન આપું છું જેઓ છેલ્લાં એક દશકાથી આ આંદોલનને સફળ બનાવવા માટે અથાક મહેનત કરી રહ્યાં છે. ‘મેક ઇન ઇન્ડિયા’ આપણા રાષ્ટ્રને ઉત્પાદન અને નવીનતાનું પાવરહાઉસ બનાવવાના 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. તે નોંધનીય છે કે કેવી રીતે વિવિધ ક્ષેત્રોમાં નિકાસમાં વધારો થયો છે, ક્ષમતાઓનું નિર્માણ થયું છે અને આ રીતે અર્થતંત્ર મજબૂત બન્યું છે.
ભારત સરકાર ‘મેક ઈન ઈન્ડિયા’ને તમામ સંભવિત રીતે પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ છે. સુધારામાં પણ ભારતની પ્રગતિ ચાલુ રહેશે. આપણે સાથે મળીને આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું!”