Western Times News

Gujarati News

તારક મહેતાના મેકર્સે નવા દયાભાભી માટે શરૂ કર્યા ઓડિશન

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ શોમાં દયાભાભીના પાત્રની વાપસીની જાહેરાત કરીને ફેન્સને ખુશ કરી દીધા હતા. લગભગ ૧૦ વર્ષ સુધી શોમાં દયાભાભીનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ દિશા વાકાણી ૨૦૧૭માં મેટરનિટી લીવ પર ગઈ હતી. જે બાદ તેણે એકવાર શોના એક એપિસોડમાં કેમિયો કર્યો હતો. ત્યાર પછી તે ક્યારેય પાછી નથી આવી. દિશા હાલ બે બાળકોની મા બની ગઈ છે અને પારિવારિક જિંદગી માણી રહી છે.

આ તરફ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે દયાભાભીના પાત્રમાં નવી અભિનેત્રીને લેવાની તૈયારી કરી દીધી છે. આસિત મોદીએ કહ્યું, અમે એક-બે મહિનામાં દયાબેનને પાછા લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આ પાત્રને ફરીથી દર્શકોની વચ્ચે લાવવા માટે હું પૂરતા પ્રયાસ કરી રહ્યો છું.

દર્શકો તેમના મનપસંદ પાત્ર દયાબેનને શોમાં જાેવા માટે ખાસ્સા સમયથી રાહ જાેઈ રહ્યા છે. કોઈ પાત્ર માટે કાસ્ટિંગ કરવું સરળ નથી હોતું અને કોઈપણ અભિનેત્રી માટે દિશાની જગ્યા લેવી સરળ નહીં હોય. એ પાત્ર ભજવવા માટે કોઈ શાનદાર કલાકાર જાેઈશે. શું દિશા આ રોલમાં પાછી ફરશે તેવા કોઈ એંધાણ છે? “મેં જીવનમાં હંમેશા હકારાત્મક વલણ રાખ્યું છે.

કહેવાય છે ને કે કંઈપણ શક્ય છે. દિશા શોમાં પાછી આવશે તે આશા સાથે મેં દયાભાભીના પાત્ર માટે ઓડિશન શરૂ કર્યા છે. દિશા હાલ પોતાના પરિવાર સાથે સુખદ સમય વિતાવી રહી છે અને તેણે શોમાં જે ફાળો આપ્યો છે તેના માટે મને માન છે”, તેમ આ પ્રશ્નનો જવાબ આપતાં આસિત મોદીએ જણાવ્યું. આસિત મોદીએ વાત પૂરી કરતાં કહ્યું કે, દયાભાભીને લાવવા પડશે અને પોપટલાલના લગ્ન વિશે વિચારવું પડશે. મને લાગે છે કે હાલ મારા માટે આ બે મોટા પડકારો છે.

ઉલ્લેખનીય છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના હાલમાં જ ૧૫ વર્ષ પૂરા થયા છે. આ શોની શરૂઆત ૨૮ જુલાઈ ૨૦૦૮માં થઈ હતી. દિલીપ જાેષી, મુનમુન દત્તા, અમિત ભટ્ટ, મંદાર ચાંદવાડકર, સોનાલિકા જાેષી વગેરે જેવા પાત્રો શોમાં શરૂઆતથી જ જાેડાયેલા છે. જ્યારે ભવ્ય ગાંધી, નિધિ ભાનુશાળી, શૈલેષ લોઢા, ગુરુચરણ સિંહ, જેનિફર મિસ્ત્રી બંસીવાલ વગેરે જેવા એક્ટર્સે શો છોડી દીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.