અર્જુન સાથે બ્રેક અપ અંગે મલાઇકા અરોરાએ પહેલી વખત ખુલાસો કર્યાે
મુંબઈ, બે દિવસ પહેલાં જ અર્જૂન કપુરનો જન્મદિવસ હતો અને તેની ઉજવણીમાં મલાઇકાની ગેરહાજરી અંગે ઘણી ચર્ચા થઈ હતી. અર્જૂન અને મલાઇકા વચ્ચેના બ્રેક અપની ચર્ચાને પણ તેનાથી વેગ મળ્યો હતો. હવે મલાઇકાએ મૌન તોડ્યું છે, મલાઇકાએ અર્જૂનને સોશિયલ મીડિયા પર પણ વિશ કર્યું નહોતું, તેથી તેમના બ્રેક અપની વાતોએ વધારે જોર પકડ્યું હતું.
આ બધી ચર્ચાઓ અને અફવાઓ વચ્ચે હવે મલાઇકાએ કહ્યું છે કે ઇન્ટરનેટ કઈ રીતે એક ટોક્રિસક સ્પેસ બની શકે છે. મલાઇકાએ એક મેગેઝિન ઇન્ટર્વ્યુમાં કહ્યું,“મેં મારી આસપાસ એક મિકેનિઝમ કે શીલ્ડ બનાવી દીધું છે, તેથી હવે મને નેગેટિવિટી સ્પર્ષતી જ નથી.
મેં મારી જેતને તેનાથી અલગ કરી દીધી છે, પછી તે લોકો હોય, કામનું વાતાવરણ હોય કે સોશિયલ મીડિયા કે ટ્રોલર્સ. જે ક્ષણે મને નકારાત્મક ઊર્જા અનુભવાય છે કે તરત જ હું પાછળ ખસી જઉં છું. હું સમય સાથે આટલું શીખી છું. કારણ કે મને તેની બહુ જક્રદી અસર થઈ જાય છે અને પછી મારી ઉંઘ ઉડી જાય છે.
જો હું એવું કહું કે મને તેની કોઈ અસર નથી થતી તો એ જૂઠું હશે- હું પણ માણસ છું અને પછી હું રડી પડું છું, ટ્રોલિંગના કારણ થતી બધી જ સમસ્યાઓ પછી શરૂ થઈ જાય છે. પરંતુ તે તમને જાહેરમાં ક્રયારેય દેખાશે નહીં.”
મલાઇકાને અજાણ્યા લોકો સાથે માથાકૂટ કરવી ગમતી નથી. મલાઇકાએ કહ્યું,“કેટલાંક બેનામી, ચહેરા વિનાના લોકો સાથે ઇન્ટરનેટ પર માથાકૂટ કરવાની મને જરૂર લાગતી નથી. મારા માટે ટ્રોક્રસ કશું જ નથી. મને બધું જ ખબર છે, હું કોઈ ગુફામાં રહેતી નથી પણ બસ હું મારી જાતને તેનાથી દૂર કરી દઉં છું.” પ્રેમ વિશે વાત કરતાં મલાઇકાએ કહ્યું કે તે અતિશય રોમેન્ટિક છે.“
હું કોઈ પણ સંજોગોમાં ગમે તે થાય તો પણ સાચા પ્રેમમાં હાર માનવામાં માનતી નથી. હું પાક્કા સ્કોર્પિયો રાશિના લક્ષણો ધરાવું છું. તેથી હું પ્રેમ માટે છેક છેક્રલે સુધી લડતી રહીશ. પરંતુ હું વાસ્તવવાદી પણ છું અને જાણું છું કે ક્રયાં અટકવાનું.” ગયા મહિનાથી અર્જૂન અને મલાઈકાના બ્રક અપની ચર્ચાઓ ચાલે છે. તમના નજીકના સોર્સે તે કન્ફર્મ કર્યું હતું.SS1MS