બ્રેકઅપની અફવાઓ વચ્ચે મલાઇકા અરોરાએ શેર કર્યો વિડીયો
મુંબઈ, અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા સામાન્ય રીતે પોતાની રિલેશનશિપને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. લાંબા સમયથી બ્રેકઅપની અટકળોના સમાચાર મળી રહ્યા છે. હાલમાં સોશિયલ મિડીયા પર અર્જૂન-મલાઇકાને લઇને એ વાતનો દાવો કરવામાં આવ્યો હતો કે બે મહિના પહેલાં એકબીજા અલગ થઇ ગયા હતા. બ્રેકઅપની અફવાઓ વચ્ચે મલાઇકાએ લવ બોય સાથેનો એક વિડીયો શેર કર્યો છે જેનાથી સોશિયલ મિડીયામાં હંગામો મચી ગયો છે.
આમ વાત કરવામાં આવે તો મલાઇકાના આ વિડીયોની ચારેબાજુ ચર્ચાઓ થઇ રહી છે. જીં હાં..મલાઇકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટમાં અર્જૂન કપૂર સાથે એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં અર્જૂન કપૂર મિત્ર રણવીર સિંહની સાથે ડિજે બનીને મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયોને શેર કરતા મલાઇકાએ અર્જૂનને સુપર કુલ કહ્યો છે. મળતી માહિતી અનુસાર અર્જૂન મલાઇકાની એક મિત્રના લગ્ન સમારોહમાં ગઇ હતી, જ્યાં અર્જૂન-મલાઇકા એક સાથે શામેલ થયા હતા.
આ વિડીયો પરથી સાબિત થાય છે કે મલાઇકાએ અર્જૂન કપૂર સાથે અલગ થવાની અફવાઓ પર કંઇક હટકે રીતે વિરામ લગાવી દીધો છે. આ વિડીયો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે હજુ પણ આ બન્ને વચ્ચે પ્રેમભર્યા સંબંધો છે. મિડીયા રિપોર્ટ્સ અનુસાર બે મહિના પહેલાં મલાઇકા અને અર્જૂનનું બ્રેકઅપ થઇ ગયુ હતુ પરંતુ હાલમાં બન્ને વચ્ચે ફરી સુમેળ થઇ ગયો છે.
મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર બોલિવૂડના સૌથી ચર્ચામાં રહેતા કપલ્સમાંથી એક છે. આ બંનેને ખૂબ જ ટ્રોલ પણ કરવામાં આવે છે, ત્યાં ફેન્સ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર પર મન ભરીને પ્રેમ પણ વરસાવે છે. થોડા દિવસો પહેલાં અર્જુન કપૂર અને આદિત્ય રોય કપૂર ‘કોફી વિથ કરણ ૮’માં ગેસ્ટ તરીકે આવ્યા હતા. કરણ જોહરે અર્જુનને લગ્ન વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો, જેના પર તેણે કહ્યું હતું કે તે એકલા આ વિશે વાત નહીં કરે, અન્ય વ્યક્તિના સન્માન માટે તે યોગ્ય નથી.
મલાઈકાએ પણ લગ્ન પર પૂછાયેલા સવાલનો વિચિત્ર જવાબ આપ્યો. મલાઈકાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એને પૂછવામાં આવ્યું કે શું તે ૨૦૨૪માં લગ્ન કરશે? આ અંગે મલાઈકાએ કહ્યું હતું કે, જો કોઈ પૂછશે તો હું ચોક્કસ કરીશ. બંનેના નિવેદનો પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે લગ્નના મુદ્દાને કારણે તેમની વચ્ચે અંતર આવ્યું હતું.SS1MS