Western Times News

Gujarati News

બોયફ્રેન્ડ અર્જુનની મોનોક્રોમ તસવીર શેર કરતાં મલાઈકા અરોરા થઈ ટ્રોલ

મુંબઈ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા વર્ષથી રિલેશનશિપમાં છે અને દિવસ જતાં તેમના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ઉંમર વચ્ચે ઘણો તફાવત હોવાથી તેઓ ઘણીવાર ટ્રોલ થાય છે પરંતુ આ વાતની તેમના બોન્ડિંગ પર કોઈ અસર થતી નથી. આ કપલ અવારવાર એકબીજા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરતું રહે છે, જે તેમના ફેન્સને પણ ગમે છે. જાે કે, એક્ટ્રેસે હાલમાં બોયફ્રેન્ડ અર્જુનની એક એવી તસવીર શેર કરી હતી, જેના કારણે તેઓ બંને ટ્રોલ થઈ રહ્યા છે. Malaika Arora trolled for sharing a monochrome picture of boyfriend Arjun

વાત એમ છે કે, અર્જુન મોટાભાગે વીકએન્ડ મલાઈકાના ઘરે સ્પેન્ડ કરે છે અને રવિવારે પણ તેણે તેમ કર્યું હતું. આ દરમિયાન મલાઈકાએ અર્જુનની એક  તસવીર ક્લિક કરી હતી અને તે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. જેમાં તે હાથ અને પગ પહોળા કરી સ્ટ્રેચિંગ કરતો દેખાયા. તેણે કોઈ કપડા નહીં પહેર્યા હોય તેમ તસવીર પરથી લાગતું હતું. આ સાથે તેણે આગળનો ભાગ માત્ર એક ઓશીકાથી કવર કર્યો હતો. આ સાથે લખ્યું હતું ‘મારો પોતાનો ખૂબ આળસુ બોય.

આ તસવીર વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા યૂઝર્સે કપલને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યૂઝરે લખ્યું ‘ગાળો ખાવાનો શોખ છે આમને, પછી અમને ટ્રોલર કહે છે, એક યૂઝરે લખ્યું ‘ચાલો મલાઈકાના ત્રણ દીકરા થઈ ગયા’, તો એક યૂઝરે કોમેન્ટ કરી ‘સામાન્ય મહિલા, જેનું એડલ્ટ ચાઈલ્ડ છે તે આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતી નથી, આ લોકો કૂલ બનવાના ચક્કરમાં ગાંડપણ કરે છે’ તો એકે મજાક ઉડાવતાં લખ્યું ‘થોડીવાર માટે તો એવું લાગ્યું કે રણવીર સિંહે ફરીથી કોઈ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે’, કેટલાક યૂઝર્સે મલાઈકા અને અર્જુનની સરખામણી ‘મા-દીકરાની જાેડી’ સાથે કરી.

અન્ય એકે પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું ‘આ બોલિવુડ સેલેબ્સમાં કોઈ મેનર્સ કે શરમ નામની વસ્તુ નથી અને અર્જુનને નવાઈ લાગે છે કે કોઈ તેને ગંભીરતાથી લેતું કેમ નથી’. જાે કે, બંનેના કેટલાક ફેન્સ તેમના બચાવમાં આવ્યા અને કોમેન્ટ સેક્શનમાં લખ્યું ‘જ્યારે મલાઈકાએ છ વર્ષ મોટા અરબાઝ સાથે લગ્ન કર્યા ત્યારે તો કોઈ કંઈ કહેતું નહોતું.

હવે તેને અર્જુનને મા-દીકરો કહેવાનું બંધ કરો અને મગજને સુધારો. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા વર્ષથી રિલેશનશિપમાં છે, જાે કે ઓફિશિયલ ૨૦૧૯માં કર્યું હતું. આટલા વર્ષના ડેટિંગ બાદ તેઓ સંબંધોને એક ડગલું આગળ લઈ જવા વિશે વિચારી રહ્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘હું લગ્નમાં વિશ્વાસ ધરાવું છું, મને પ્રેમમાં વિશ્વાસ છે. હું ક્યારે ફરીથી લગ્ન કરીશ તેનો જવાબ આપી શકું નહીં. કારણ કે હું જીવનમાં કેટલાક પાસાને આશ્ચર્ય માટે છોડવા અને વધારે પ્લાનિંગ ન કરવામાં માનું છું. મને લાગે છે કે વધારે પ્લાનિંગ કરવાથી જીવનનો આનંદ છીનવાઈ જાય છે. જાે કે, મને લાગે છે કે હું લગ્ન માટે તૈયાર છું’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.