બ્લેક બ્રાલેટ વર્કઆઉટ માટે નીકળેલી મલાઈકા અરોરાએ ચાહકોના દિલ જીત્યા

મુંબઈ, બોલીવુડની ‘આઇટમ ગર્લ’ મલાઈકા અરોરા પોતાની ફિટનેસ માટે જાણીતી છે. અવારનવાર તેના જીમલુકના ફોટા વાયરલ થતા રહે છે.
આ જ કારણ છે કે એકાવન વર્ષની ઉંમરમાં પણ તે પોતાના પરફેક્ટ ફિગરથી પોતાના ચાહકોને પ્રભાવિત કરે છે.મલાઈકા અરોરા હાલમાં જ મુંબઈના બાંદ્રામાં તેના વર્કઆઉટ સેશન માટે સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન તે બ્લેક આઉટફિટમાં સુંદર લાગી રહી હતી.
મલાઈકાએ બ્લેક બ્રાલેટ સાથે મેચિંગ ટાઈ પહેરી હતી જેમાં તે સ્ટનિંગ લાગી રહી હતી. મલાઈકાએ બ્લેક સનગ્લાસ અને પોની ટેલ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યાે હતો. તેણે પગમાં ગુલાબી સ્લીપર પહેર્યાં હતા. તેના પરથી નજર હટાવવી મુશ્કેલ હતી.આ દરમિયાન મલાઈકાએ ઉભા રહીને પાપારાઝીને હેલો કહ્યું અને કેમેરા સામે પોઝ પણ આપ્યા. મલાઈકાનો આ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
એક યુઝરે ટિપ્પણી કરી- ‘ફિટનેસ દિવા.’ બીજાએ લખ્યું હતું કે સુંદર. આ સિવાય ફેન્સ તેના લુક માટે રેડ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.અહીં એ જણાવવાનું કે મલાઈકાએ ફિલ્મો સિવાય ખાસ કરીને સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ જોવા મળે છે, જ્યારે તેના કિલર લૂકને લઈને પણ વિશેષ ચર્ચા રહે છે. ઈન્સ્ટાગ્રામ પર મલાઈકા અરોરાને ૧૯ મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે, જ્યારે ચાર હજારથી વધુ પોસ્ટ કરી છે. મલાઈકાની ફેશન સાથે અર્જુન કપૂરના બ્રેકઅપને લઈ વધારે લાઈમલાઈટમાં રહે છે.SS1MS