બહેનપણીઓને પોતાની જિંદગી માને છે મલાઈકા
મુંબઈ, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરનું ગ્રુપ બે બહેનોની જાેડીથી બનેલું છે. છેલ્લા બે દશકાથી આ ચારેય બહેનપણીઓ એકબીજાનો સૌથી મોટો સહારો રહી છે. એવી ઈન્ડસ્ટ્રી જ્યાં સંબંધો ખૂબ નાજુક ગણાય છે ત્યાં આ ચારેયની મિત્રતા દર વર્ષે વધુને વધુ ગાઢ થતી રહી છે.
તેમના અંગત જીવનમાં ભલે ગમે તેટલા ઉતાર-ચઢાવ કેમ ના આવ્યા હોય પરંતુ આ ચારેયે પોતાની મિત્રતા પર તેની અસર નથી થવા દીધી. મલાઈકા અરોરાનું કહેવું છે કે, “મારી ગર્લગેંગ મારી જિંદગી છે. થોડા મહિના પહેલા મારી કારનો એક્સિડન્ટ થયો ત્યારે મારી બહેનપણીઓ કેટલી દુઃખી અને ચિંતાતુર થઈ હતી તે મને યાદ છે. હું હોસ્પિટલથી ઘરે આવી તે પછી તેઓ દરરોજ મારા ઘરે આવતા હતા.
પોતાના રૂટિનમાંથી સમય કાઢીને મને મળવા આવતા હતા. મારું બરાબર છું કે નહીં, મારી કાળજી સરખી રીતે લેવાય છે કે નહીં તે જાેવા અને મને ચીયર કરવા તેઓ આવતા હતા.
તેઓ મને પંપાળતા અને ખૂબ હસાવતા હતા. તેમની હાજરી અને પ્રાર્થનાઓએ જ મને શક્તિ આપી અને હું ઝડપથી રિકવર થઈ શકી. મારા જીવનમાં તેમની હાજરી માટે હું હંમેશા ઈશ્વરની આભારી રહીશ”, તેમ મલાઈકાએ જણાવ્યું હતું. એકબીજાના ઘરે પાર્ટી કરતી કે સાથે હોલિડે પર જતી કેટલીય તસવીરો આ બહેનપણીઓ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે.
તસવીરોમાં તેઓ હંમેશા ગ્લેમરસ દેખાય છે. તેમના બોન્ડ વિશે વિસ્તારપૂર્વક વાત કરતાં મલાઈકાએ કહ્યું, “તેઓ ખૂબ મજબૂત મહિલાઓ છે. અમારું બોન્ડ આટલું ખાસ છે તેનું કારણ એ જ છે કે, અમારો ઉછેર સમાન રીતે થયો છે. અમારી મમ્મીઓ અમારી જિંદગીનું કેંદ્રબિંદુ છે.
અમે આજે જેવા છીએ તેવા તેમણે અમને ઘડ્યા છે. જાે મારા હાથમાં હોત તો મેં અમને ચારેયને એક શોની ગિફ્ટ આપી હોત. આ શો અમારા ચારેયની જેમ જીવંત અને અમે જેવા બિંદાસ છીએ તેવો હોત. બહેનો હોવા ઉપરાંત મલાઈકા અને અમૃતા એકબીજાના બેસ્ટફ્રેન્ડ અને સપોર્ટ સિસ્ટમ છે. તેઓ હવે સાથે મળીને એવા પ્રોજેક્ટ પર કામ કરવા માગે છે જે તેમના દિલની ખૂબ નજીક છે.
“હું અને અમુ પ્રાણીઓ માટે કંઈક કરવા માગીએ છીએ કારણકે અમે બંને તેમના માટે પેશનેટ છીએ. તરછોડાયેલા પ્રાણીઓ માટે આશ્રયસ્થાન બનાવવા માગીએ છીએ અને અમે ખાસ્સા સમયથી આ વિશે વાત કરી રહ્યા છીએ. આ સિવાય તે અન્ય કેટલાક બિઝનેસ વેન્ચરમાં મારી સાથે જાેડાય તેવું હું ઈચ્છું છું. હું તેની સાથે વાત કરું ત્યારે તે તૈયાર થઈ જાય છે.”SS1MS