વીતેલા વર્ષમાં દુઃખી રહેલી મલાઈકાએ નવા વર્ષની મોજીલી શરૂઆત કરી
મુંબઈ, મલાઈકા અરોરા માટે વીતેલું વર્ષ પડકારોથી ભરેલું રહ્યું હતું. હમસફર અર્જુન કપૂર સાથે બ્રેક અપ ઉપરાંત મલાઈકાએ પિતા પણ ગુમાવ્યા હતા. મલાઈકાએ વીતેલા વર્ષની વસમી યાદોને વાગોળવાના બદલે ઉત્સાહ સાથે નવા વર્ષને આવકાર્યું છે.
મલાઈકાએ સોશિયલ મીડિયા પર બે અલગ-અલગ પોસ્ટમાં ભૂતકાળની તકલીફો અને ભવિષ્યની આશાઓ વર્ણવી હતી. ૨૦૨૪ના વર્ષની છેલ્લી પોસ્ટમાં મલાઈકાએ જણાવ્યુ હતું કે, ૨૦૨૪ને હું નફરત સાથે જોઈ શકું નહીં. આ વર્ષ ઘણું મુશ્કેલીવાળુ હતું. આ વર્ષે ઘણા બધાં પડકાર હતા, બદલાવ આવ્યા, પરંતુ ઘણું બધું શીખવા મળ્યું. વીતેલા વર્ષે મને સમજાવ્યું કે, આંખના પલકારામાં જીવન બદલાઈ શકે છે.
આ સાથે પોતાના પર વિશ્વાસ રાખવાનું મહત્ત્વ પણ સમજાવ્યું. મલાઈકાએ વધુમાં પોતાની ભૂલનો સ્વીકાર કરતી પોસ્ટમાં કહ્યું હતું કે, ફિઝિકલ, મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ ખૂબ જરૂરી છે. ઘણી બધી ઘટના એવી બની, જે આજ સુધી સમજાઈ નથી. સમય પસાર થવાની સાથે આ ઘટનાઓ બનવાનું કારણ પણ સમજાશે.
વીતેલા વર્ષના છેલ્લા દિવસે પોતાની તકલીફો પર મનોમંથન કરનારી મલાઈકાનું નવું સ્વરૂપ નવા વર્ષના પહેલા દિવસે જોવા મળ્યું હતું. મલાઈકાએ પોસ્ટમાં જણાવ્યું હતું કે, તે ચિંતામુક્ત અને ખુશ છે. નાણાં કમાઈ રહી છે, કામ પર ધ્યાન આપે છે. પોતાની રીતે જ આનંદમાં રહેવાનું અને આગળ વધવાનું શીખી રહી છે.
નિરાશાને ખંખેરીને આગળ વધવાનો વિશ્વાસ પોતાની જાત પર ભરોસો રાખવાથી જ આવ્યો હોવાનું મલાઈકાએ અગાઉની પોસ્ટમાં કહ્યું હતું. હવે નવી પોસ્ટમાં તેણે આત્મવિશ્વાસની ચમત્કારિક અસર અંગે વાત કરીને મોજમાં રહેવાનું જણાવ્યું છે.SS1MS