મલયાલમ ફિલ્મ મેકર જાેસેફ મનુ જેમ્સનું ૩૧ વર્ષની વયે અવસાન
નવી દિલ્હી, મલયાલમ ફિલ્મ મેકર જાેસેફ મનુ જેમ્સનું નિધન થઈ ગયુ છે. માત્ર ૩૧ વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જાેસેફને ન્યુમોનિયા થયો હતો. જાેસેફના નિધનથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ૨૪ ફેબ્રુઆરીના રોજ એર્નાકુલમ જિલ્લાના અલુવાની હોસ્પિટલમાં તેમનું નિધન થયું. તેમને રાજાગીરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના સ્ટાફ મેમ્બરે જણાવ્યું કે, જાેસેફને ન્યુમોનિયા થયો હતો. જેમ્સના અંતિમ સંસ્કાર રવિવારે ૨૬ ફેબ્રુઆરીના રોજ બપોરે ૩ઃ૦૦ વાગ્યે મેજર આર્ચી પિસ્કોપી દ્વારા માર્થા મરિયમ આર્ચડેકોન ચર્ચ કુરાવિલાંગડ ખાતે કરવામાં આવ્યા હતા. જાેસેફ પરિણીત હતા.
જાેસેફની પહેલી અપકમિંગ ફિલ્મ ‘નેન્સી રાની’ ટૂંક સમયમાં રિલીઝ થવાની હતી. આહાના કૃષ્ણા અને અર્જુન અશોકએ જાેસેફ મનુની ડેબ્યૂ ફિલ્મ ‘નેન્સી રાની’માં કામ કર્યું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જાેસેફ મનુની ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના ફેજમાં છે. જાેસેફના નિધનથી ખૂબ જ દુઃખી થયેલી આહાનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘રેસ્ટ ઈન પીસ મનુ!’ તમારી સાથે આવું ન થવું જાેઈતું હતું. ફિલ્મમાં આહાના કૃષ્ણ કુમાર, અર્જુન અશોકન, અજુ વર્ગીસ, શ્રીનિવાસ, ઈન્દ્રાન્સ, સની વેઈન, લેને, લાલ અને અન્ય કલાકારો પણ સામેલ છે. શોક વ્યક્ત કરતા અજુએ જાેસેફની એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું કે, ‘બહુ જલ્દી ચાલ્યા ગયા ભાઈ’.
જાેસેફ મનુએ ૨૦૦૪માં એક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે તેમણે સાબુ જેમ્સની ફિલ્મ આઈ એમ ક્યુરિયસમાં બાળકની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેમણે મલયાલમ અને કન્નડ સિનેમા ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું અને સહાયક નિર્દેશક બન્યા. SS2.PG