Western Times News

Gujarati News

પ.બંગાળના માલદામાં વીજળી પડવાના કારણે ૧૧ લોકોનાં મોત

(એજન્સી)માલદા, પશ્ચિમ બંગાળના માલદામાં વીજળી પડવાના પગલે ગુરુવારે રાતે ૧૧ લોકોનાં મોત થયા હતા. એમ કહેવાઈ રહ્યું છે કે વીજળી પડવા દરમિયાન મૃત્યુ પામનાર આ તમામ લોકો ભારે પવન પછી પડેલા વરસાદ પગલે કેરીના આંબાઓ પરથી નીચે પડી ગયેલી કેરીઓને એકઠી કરવા માટે કેરીના બગીચાઓમાં ગયા હતા. #Malda #WestBengal Thunder with rain! 11 farmers died within moments in Malda district of West Bengal.

માલદા તાલુકાના સત્તાવાળાઓએ પ્રત્યેક મૃતકોના પરિવારના સભ્યોને ૨ લાખ રૂપિયાની નાણાંકીય સહાય કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે સોશિયલ મીડિયા પર મમતા બેનર્જીએ પોસ્ટ કરી હતી.

તેમણે કહ્યું કે મારી સહાનુભુતિ વીજળી પડવાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારની સાથે છે. હું ઘટનામાં જે લોકોને ઈજા થઈ છે, તેઓ ઝડપથી રિકવર થઈ જાય, તેવી પ્રાર્થના કરું છું. સાહાપુરમાં ચંદન સહાની, રાજ મરીધ્ધા, મનજીત મંડલ જ્યારે ખેતરમાંથી કેરીઓને એકત્રિત કરી રહ્યાં હતા, ત્યારે અચાનક જ તેમના માથા પર વીજળી પડતા તેમના મોત થયાં હતા.

ગાજોલમાં આસિત સાહા પણ ખેતરમાં કેરી એકત્રિત કરી રહ્યાં હતા, ત્યારે તેમના માથા પર વીજળી પડતા તેમનું મોત થયું હતું. અતુલ મંડલ, શેખ સબરુલ, રાણા શેખ નિહાતુલામાં જ્યારે કેરી એકત્રિત કરતા હતા, ત્યારે તેમના માથા પર વીજળી પડતા, તેમનું મોત થયું હતું.

જ્યારે સુમિત્રા મોડોલ, પંકજ મોડોલ ડાંગરના ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે તેમના માથા પર વીજળી પડી હતી અને તેમનું મૃત્યું થયું હતું. નયન રે અને પ્રિયંકા સિંહ શણના ખેતરમાં કામ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે માલદાની ફાજલી, હિમસાગર અને લક્ષ્મણભોગ કેરીઓ ખૂબ જ જાણીતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.