Western Times News

Gujarati News

બોલો ભિખારણ પાસે હતો ચલણી નોટોથી ભરેલો થેલો

ભીખ માંગીને તેણીએ આ રૂપિયા ભેગા કર્યા હતા-જ્યારે GRPના કર્મીઓ દ્વારા આ મહિલાની તપાસ કરવામાં આવી,

બિહાર, હાલ દરેક ચાર રસ્તે ભિખારીઓ ભીખ માંગતા જાેવા મળે છે, આ ભિખારીઓની દયનીય પરિસ્થિતિ જાેઈને આપણને પણ દયાભાવ ઉત્પન્ન થાય છે. જાે કે, બિહારમાં યુનિક ભિખારીઓ જાેવા મળી રહ્યા છે, આ ભિખારીઓના વિશે જાણીને તમે દંગ થઈ જશો, આવી જ એક અનોખી ભિખારણ બિહારના જમુઈ રેલ્વે સ્ટેશન ખાતે જાેવા મળી હતી.

આ ભિખારણ જમુઇ રેલ્વે સ્ટેશન ઉપર ૨ બોરીઓ લઈને બેઠી હતી. જ્યારે GRPના કર્મીઓ દ્વારા આ મહિલાની તપાસ કરવામાં આવી, ત્યારે તમામ લોકો દંગ થઈ ગયા હતા. આ મહિલા લાંબા સમય સુધી પ્લેટફોર્મ ઉપર બેસી રહી હતી,

આ કારણે કર્મીઓને શંકા જતા, GRPના કર્મીઓ દ્વારા આ મહિલાની તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી. મહિલા પાસે રહેલાં બંન્ને કોથળામાં અઢળક રૂપિયા મળ્યા હતા.

એક કોથળો સિક્કાથી ભરેલો હતો અને બીજાે કોથળો નોટોથી ભરેલો હતો. આ મહિલાનું નામ સબિના ખાતુન છે. આ યુવતીએ જણાવ્યું હતું કે, તે યુવતી નિમનવાડાની રહેવાસી છે. આ યુવતીએ બરૈલીના એક યુવાન સાથે લગ્ન કર્યા હતા. જાે કે, તેણીનો પતિ સારો વ્યવહાર ન કરતો હોવાથી, તેણીએ ઘર છોડી દીધું હતું.

ભીખ માંગીને તેણીએ આ રૂપિયા ભેગા કર્યા હતા. ૧૫ કલાકની પૂછપરછ બાદ, આ મહિલાને પોલીસ દ્વારા છોડી દેવામાં આવી હતી. આ ભિખારણ હાલ ચર્ચાનો વિષય બની છે. આ ઉપરાંત, થોડા સમય પહેલાં રાજુપ્રસાદ નામનો બીજાે એક ભિખારી ખૂબ પ્રખ્યાત બન્યો હતો.

બિહાર બેતિયા રેલ્વે સ્ટેશન ખાતે રાજુ પ્રસાદ પટેલ નામનો અનોખો ભિખારી રહે છે. આ ભિખારીના ગળામાં ચમકતી ચેન અને હાથોમાં મોંઘું ટેબ્લેટ છે. તમારી પાસે પરચૂરણ ન હોય, તો તમે આ ભિખારીને ઓનલાઈન પણ પૈસા આપી શકો છો. આ ભિખારી QR કોડ સાથે ફરે છે. આવા અનેક અનોખા ભિખારી તમને બિહારના રેલ્વે સ્ટેશનોમાં જાેવા મળી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.