મલ્હાર-આરોહીની જાેડી ફરીવાર મચાવશે ધૂમ

મુંબઈ, એક એવો પણ સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મ એટલે ફક્ત ઢોલ, નગાડાં અને ઠુમકાં સાથેના ડાન્સ અને ફેક ફાઈટિંગ માનવામાં આવતું હતું. પણ હાલ ગુજરાતી ફિલ્મોમાં તદ્દન પરિવર્તન આવ્યુ છે. ત્યાં સુધી કે હવે હોલિવૂડ-બોલિવૂડના ક્રેઝ સાથે ઢોલીવૂડ પણ પોતાની ફિલ્મોમાં નવા નવા એક્સપરિમેન્ટ કરતું થયુ છે.
તેથી જ હવે ગુજરાતી ફિલ્મ જ્યારે પણ થિયેટરમાં રિલીઝ થાય છે ત્યારે લોકોને એડવાન્સ બુકિંગની જરૂર પડવા લાગી છે. કારણ કે, થિયેટર ખૂબ જ ઝડપથી હાઉસફુલ થઈ જાય છે. અહીં અમે નવાં ઢોલીવૂડનાં ચાહકો માટે એક શાનદાર સમાચાર લઈને આવ્યા છીએ.
મલ્હાર આરોહીની નવી ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ આવી રહી છે. દર્શકોનાં ધુંઆધાર મલ્હાર અને સૌનો પ્રેમ લૂંટતી આરોહી પટેલની જાેડી ફરી એકવાર સાથે જાેવા મળશે.
તમારા માટે વધુ એક ખુશીની વાત એ છે કે, આ પહેલાં તમારા દ્વારા ખૂબ જ પ્રેમ આપવામાં આવેલી ‘લવની ભવાઈ’ ફિલ્મનાં મેકર્સ દ્વારા જ આ ફિલ્મ બનાવવામાં આવી છે. દર્શકો દ્વારા મલ્હાર-આરોહીને પહેલાં આપવામાં આવેલા અનહદ પ્રેમને જાેઈને મેકર્સે ફરી આ જાેડીને તમારી સામે રજૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મનું શૂટિંગ શરૂ ખતમ થવા આવ્યું ત્યાં સુધી આ ફિલ્મનું કોઈ ચોક્કસ નામ આપવામાં આવ્યું નહતું. ફિલ્મનું નામ છે ‘ઓમ મંગલમ્ સિંગલમ્. ફિલ્મનાં નામ પરથી કદાચ એવો પ્રશ્ન થઈ શકે કે, આમાં લવસ્ટોરી હશે પણ કે કેમ? પરંતુ જાે તમે આવું વિચારતા હોવ તો જરા થોભી જજાે, કારણકે ફિલ્મનું જે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે એ ફૂલઓન રોમેન્ટિક સીન સાથે છે અને આ સાથે જ સચિનજીગરનાં શાનદાર અવાજમાં સાવરિયા ગીતને પણ બેકગ્રાઉન્ડમાં મુકવામાં આવ્યું છે.
જેટલું શાનદાર આ ટીઝર છે અને એમાં પણ ગીતની લિરીક્સ. જાેઈને જરાય લાગતું નથી કે આમાં લવસ્ટોરી નહીં હોય, બાકી તમે જ જાેઈ લો અહીંયા. ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’નું ટીઝર અને પોસ્ટર સામે આવી ગયું છે. ટ્રેલર માટે તમારે કેટલી રાહ જાેવી પડશે તે નક્કી કહી શકાય નહી.
પરંતુ ફિલ્મ માટે કેટલી રાહ જાેવાની છે તે નક્કી છે કારણકે આ ફિલ્મ આવતા મહિને જ થિયેટરમાં આવી જશે અને તમે એકવાર ફરી આ શાનદાર જાેડીને સાથે નિહાળી શકશો. ફિલ્મ ૧૮ નવેમ્બર, ૨૦૨૨એ થિયેટરમાં જાેવા મળશે.
હવે આરોહી અને મલ્હારના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ ફિલ્મ પહેલાં જ આરોહી અને તેની માતા આરતી પટેલની વેબસિરીઝ કડક મીઠ્ઠી ઓહો ગુજરાતી પર આવી રીલિઝ થઈ છે.SS1MS