Western Times News

Gujarati News

મલ્લિકાનો વેલકમ ફિલ્મને લઈને ચોંકાવનારો ખુલાસો

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જયારે હવે મલ્લિકા શેરાવતે તાજેતરમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી અભિનિત ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ સાથે ફરી વાપસી કરી છે.

આ દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં મલ્લિકાએ વેલકમ ફિલ્મનો એક કિસ્સો પણ શેર કર્યાે હતો. લાંબા સમય પછી સિલ્વર સ્ક્રીન પર પાછા ફર્યા પછી, એક ઈન્ટરવ્યૂમાં મલ્લિકાએ અહીં સુધી પહોંચવાની પોતાની સફર વિષે વાત કરી હતી.

આ સાથે જ અભિનેત્રીએ વેલકમ ફિલ્મનો એક રમૂજી કિસ્સો પણ શેર કર્યાે હતો. જેમાં ફિલ્મમાં પોતાના કો-સ્ટાર્સ અનિલ કપૂર અને નાના પાટેકર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ પણ શેર કરતા અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ‘વેલકમના શૂટિંગમાં મને ખૂબ મજા આવી, અનિલ અને નાના બંને મારા માટે શાબ્દિક લડાઈ લડી રહ્યા હતા. તેઓ મારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરતા હતા.

કલ્પના કરો મને કેટલું ઈમ્પોર્ટન્ટ ફિલ થતું હશે! તે એક અદ્ભુત માણસ છે અને એક અભિનેતા તરીકે અદભુત એનર્જી ધરાવે છે.’ ૨૦૦૭માં રિલીઝ થયેલી ફિલ્મ વેલકમ એક કોમેડી ફિલ્મ હતી.

જે એક મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. જેમાં અક્ષય કુમાર, કેટરીના કૈફ, અનિલ કપૂર, નાના પાટેકર, મલ્લિકા શેરાવત અને પરેશ રાવલ જેમાં મોટા કલાકારોએ કામ કર્યું હતું. આ ફિલ્મ ૨૦૦૦ ના દાયકાના અંતમાં બોલિવૂડની સૌથી આઇકોનિક કોમેડી બની હતી. તેની સફળતાને કારણે એક સિક્વલ, વેલકમ બેક (૨૦૧૫), જેમાં મોટાભાગના મૂળ કલાકારોનો સમાવેશ થતો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.