Western Times News

Gujarati News

માલપૂર નજીક અંબાજી જતા પદયાત્રિકોને ઈનોવાએ અડફેટે લીધાઃ 6 મોત

અરવલ્લીના માલપુર પાસે અંબાજી જતા પગપાળા સંઘને નડ્યો અકસ્માત. મહારાષ્ટ્ર પાર્સીંગની ગાડીએ અડફેટે લેતા ઘટના સ્થળ પર 6 નાં મોત, 6 ઘાયલ, 3ની સ્થિતી નાજુંક પગપાળા સંઘ પંચમહાલ – દાહોદથી અંબાજી જતા હતા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  અરવલ્લી જિલ્લામાં  માલપૂર નજીક સર્જાયેલી માર્ગ દુર્ઘટનામાં  અંબાજી જતા પદયાત્રિકોના થયેલા દુખદ મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી આ પદયાત્રીઓના પરિવાર જનોને સાંત્વના પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકને રૂપિયા ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્ત લોકોને ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેમ પણ  મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે.

તેમણે આ માર્ગ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની જરૂરી સારવાર વ્યવસ્થા કરવાની પણ અરવલ્લી જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.