Western Times News

Gujarati News

ભાણેજના લગ્નમાં મામાએ ૩.૨૧ કરોડનું મામેરુ ભર્યું

નાગૌર, નાગૌરના ડેહ તાલુકના બુરડીગાંવના રહેવાસી ત્રણ ભાઈઓની બહેનને ત્યાં મામેરુ ભરીને ઈતિહાસ રચી દીધો. બુરડી ગામના ખેડૂત ભંવરલાલ ગરવાના ત્રણ દીકરા હરેન્દ્ર, રામેશ્વર અને રાજેન્દ્ર ગરવા જિલ્લાના ઝાડેલી ગામ પહોંચીને ભાણેજના લગ્નમાં બહેન ગવરીને ૩ કરોડ ૨૧ લાખનું મામેરુ ભર્યું હતું.

આ મામેરમાં ખાસ વાત એ હતી કે, એક તરફ દહેજ બંધ કરવાની વાત છે, તો વળી બહેનો માટે ભાઈ તરફથી કરોડોનું મામેરુ ભરવામા આવી રહ્યું છે. આ મામરેમાં ખાસ વાત એ હતી કે, ભંવરલાલ દ્વારા વહુ દીકરીઓ અને બહેનને ઈશ્વરનું રુપ ગણાવી તેમનું સન્માન કરવા પર ભાર આપવામાં આવ્યો હતો. આ તમામ વાતોને સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

મામેરામાં રુપિયાની સાથે અહીં જમીન, ટ્રેક્ટર, ટ્રોલી અને સ્કૂટી સહિત અન્ય વાહનો આપવામાં આવ્યા હતા. મામેરામાં કુલ ધન ૩ કરોડ ૨૧ લાખ રૂપિયાનું થયું હતું.

મામેરાની ખાસ વાત એ હતી કે, ૮૧ લાખ રૂપિયા રોકડા, સાડા ૧૬ વીધા જમીન, રિંગ રોડ પર પ્લોટ, ૪૧ તોલા સોનું, ૩ કિલો ચાંદી અને અનાજથી ભરેલું ટ્રેક્ટર તથા સ્કૂટી આપવામાં આવી હતી. હકીકતમાં જાેઈએ તો, મારવાડમાં રિવાજ છે કે, ભાણેજના લગ્નમાં મોસાળ તરફથી ધન આપીને મામેરુ ભરવામાં આવે છે.

બુરડી ગામના ખેડૂત ભંવરલાલ દ્વારા આ મામેરુ ભરવામાં આવ્યું હતું. તેમની પાસે ૩૫૦ વીધા જમીન છે. મામેરુ ભરવાની સાથે સાથે ઝાડેલીના પોટલિયા પરિવારને ચાંદીના સિક્કા વહેંચ્યા હતા. અહીંનું મામેરુ ફરીથી નાગૌર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે. આ મામેરા બાદ પિતાએ કહ્યું કે, બહેન, દીકરી અને વહુથી મોટુ કોઈ ધન નથી. તેનું સન્માન તમામ લોકોએ કરવું જાેઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.