Western Times News

Gujarati News

મમતા બેનર્જીએ અમિતાભ બચ્ચનને રાખડી બાંધી

મુંબઈ, રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી છે અને બહેનને ગિફ્ટ આપે છે. આ તહેવાર દરેક ભાઈ-બહેન માટે ખાસ હોય છે. દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર હર્ષોલ્લાસની સાથે મનાવામાં આવ્યો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી ગત રોજ મુંબઈ પહોંચ્યા હતા. Mamata Banerjee tied rakhi to Amitabh Bachchan

મુંબઈ પહોંચતા જ મમતા બેનર્જી અભિનેતા અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા સાથે મુલાકાત કરી હતી.

મુંબઈમાં અમિતાભ બચ્ચનના જલસા બંગલો પર પહોંચ્યા બાદ જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચને મમતા બેનર્જીનું સ્વાગત કર્યું હતું.

આ ખાસ દિવસ પર મમતા બેનર્જીએ અમિતાભ બચ્ચનને રાખડી બાંધી હતી. ઈંડિયા અઘાડીની બેઠક માટે વિપક્ષના દિગ્ગજ નેતા મમતા બેનર્જી મુંબઈ પહોંચીને પહેલા તેમણે અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરી હતી.

આ ઉપરાંત મમતા બેનર્જીએ માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. સાથે રક્ષાબંધનના અવસર પર તેમણે ઉદ્ધવ ઠાકરેને રાખડી બાંધી આ દરમ્યાન ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મી ઠાકરે પણ હાજર હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.