મમતા બેનર્જીની સુરક્ષામાં ચૂક, દિવાલ ચઢીને CM નિવાસ સંકુલમાં ઘૂસેલ વ્યકિતની ધરપકડ
કોલકતા, કોલકાતાના કાલીઘાટ ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનજીના નિવાસસ્થાન પર મોટા પ્રમાણમાં સુરક્ષા ભંગ થયો હતો જયારે એક વ્યકિત દિવાલ પર ચઢીને પરિસરમાં પ્રવેશ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે તે આખી રાત પરિસરમાં રહયો અને પોલીસકર્મીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી.
મુખ્યમંત્રીના સુરક્ષા કર્મચારીઓ દ્વારા આ વ્યકિતની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષામાં ભંગની માહિતી મળતાં જ કમિશનર વિનીત ગોયલ સહિત કોલકાતા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.Mamata Banerjee’s security breach, man arrested for breaking into CM’s residence
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ તપાસ કરી રહયા છે કે વ્યકિત ઝેડ-કેટેગરીના સુરક્ષા ઝોનમાં કેવી રીતે પ્રવેશ્યો. તપાસકર્તાઓ ઉલ્લંઘન પાછળના સંભવિત કારણો શોધવાનો પણ પ્રયાસ કરી રહયા છે. જાે કે, પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગુનેગાર કાં તો ચોર છે અથવા વિકૃત માનસિક સ્થિતિનો વ્યકિત છે. જાે કે, પોલીસ અન્ય એંગલને પણ નકારી ન હતી.
ગયા મહિને, મુખ્યપ્રધાનના નિવાસસ્થાનથી થોડે દૂર ડબલ મર્ડરની ઘટના બની હતી, જેણે આ વિસ્તારની સુરક્ષા પર સવાલોઉભા કર્યા હતા. ઉદ્યોગપતિ અશોક શાહની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, જયારે તેમની પત્ની રશ્મિતા શાહને ગોળી વાગી હતી.
બાદમાં જાણવા મળ્યું હતું કે મુખ્યમંત્રીના નિવાસસ્થાન પાસે લગાવવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરામાં ખામી હતી. ભવાનીપુરને ‘શાંતિપૂર્ણ’ વિસ્તાર તરીકે વર્ણવતા, મમતા બેનર્જીએ તે સમયે આરોપ લગાવ્યો હતો કે કેટલાક બહારના દળો આ વિસ્તારમાં અશાંતિ પેદા કરવાનો પ્રયાસ કરી રહયા છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે સંકટનો સામનો કરવા માટે કડક પગલાં લેવામાં આવશે.HS1MS