Western Times News

Gujarati News

આંબેડકરના અપમાન’ મુદ્દે મમતા બંગાળમાં વિરોધ પ્રદર્શન કરશે

કોલકાતા, તૃણમૂલ કોંગ્રેસના ચેરપર્સન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આંબેડકરનું અપમાન કરવાના મામલે ૨૩ ડિસેમ્બરે સમગ્ર બંગાળમાં ભાજપ સામે વિરોધ પ્રદર્શન માટે હાકલ કરી છે.

તેમણે શુક્રવારે સોશિયલ મીડિયા પર શેર કરેલા નિવેદનમાં ગૃહમંત્રી અમિત શાહ પર આંબેડકર અને બંધારણ સમિતિના અન્ય સભ્યો માટે ‘અપમાનજનક ટિપ્પણી’ કરવાનો આરોપ મૂક્યો હતો.મમતાએ જણાવ્યું હતું કે, “આપણા બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરનું અપમાન અસ્વીકાર્ય છે.

આ જાતિવાદી ભાજપ સરકારે વારંવાર આપણી લોકશાહી પર હુમલો કર્યાે છે.” મમતાએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “બાબાસાહેબ આંબેડકર તેમજ આપણા સ્વાતંર્ત્ય સેનાનીઓના અપમાનના વિરોધમાં ૨૩ ડિસેમ્બરે રાજ્યના દરેક બ્લોક અને મ્યુનિસિપાલિટી તેમજ કોલકાતાના દરેક વોર્ડમાં બપોરે બેથી ત્રણ વાગ્યાના ગાળામાં વિરોધ રેલીનું આયોજન કરાશે.”

તેમણે લોકોને એકત્રિત થઇને લોકશાહી મૂલ્યોને બચાવવાની હાકલ કરી હતી.બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના સુપ્રીમો માયાવતીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ભાજપ અને વિરોધ પક્ષો ‘બાબાસાહેબ આંબેડકરને માન નહીં આપવાની બાબતમાં એક જ સિક્કાની બે બાજુ’ છે.

તેમણે એક્સ પર જણાવ્યું હતું કે, “અમિત શાહે સંસદમાં દલિતો અને અન્ય વંચિત વર્ગાેના મસિહા પરમ પૂજ્ય બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર માટે વાપરેલા શબ્દોથી આ વર્ગાેની ભાવનાને ગંભીર ઠેસ પહોંચી છે. તેમણે પોતાના શબ્દો પાછા લેવા જોઇએ.

બાબાસાહેબ અને તેમના કરોડો વંચિત અનુયાયીઓ તરફ કોંગ્રેસ, ભાજપ અને તેમના સાથી પક્ષોના સંકુચિત અને જાતિવાદી અભિગમને કારણે તેમની સ્થિતિ સતત કથળી રહી છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.