ગોવાના મંત્રીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ
ગોવા, ગોવા ક્રાઈમ બ્રાન્ચે બુધવારે સમાજ કલ્યાણ મંત્રી સુભાષ દેસાઈ અને તેમના પરિવારને ધમકી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીએ મંત્રીને ફોન કરીને ૨૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને જો તેમ નહીં કરે તો તેને હત્યાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
પોલીસ અધિક્ષક (ક્રાઈમ બ્રાન્ચ) રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે દક્ષિણ ગોવા જિલ્લાના સંગુએમ તાલુકાના રહેવાસી મિથિલ ઉલ્હાસ દેસાઈએ મંત્રી અને તેમના પરિવાર સાથે ફોન પર દુર્વ્યવહાર કર્યાે હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ અપશબ્દોનો ઉપયોગ કર્યાે અને તેને ગંભીર પરિણામોની ધમકી આપી.સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મંત્રી સુભાષ દેસાઈએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આરોપીએ મંત્રી પાસે ૨૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને જો તેમ નહીં કરે તો મંત્રીને હત્યાના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.
ક્રાઈમ બ્રાન્ચના એસપીએ જણાવ્યું કે વ્યક્તિના મોબાઈલ ફોનમાંથી વાંધાજનક મેસેજ મળી આવ્યા હતા, જેને જપ્ત કરી લેવામાં આવ્યા છે.મંત્રીની ફરિયાદના આધારે, પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૮૪ (ખંડણી), ૩૮૮ (મૃત્યુ અથવા આજીવન કેદની સજાને પાત્ર ગુનાનો આરોપ લગાવવાની ધમકી આપીને ખંડણી), ૫૦૪ (કાયદાનું ઉલ્લંઘન કરવાના ઈરાદાથી) એફઆઈઆર હેઠળ કેસ નોંધ્યો. કલમ ૫૦૬ (ગુનાહિત ધાકધમકી) અને ૫૦૬ (ગુનાહિત ધમકી) હેઠળ નોંધવામાં આવી હતી.SS1MS