માણસ અર્થ પ્રધાન બન્યો, અમીરપણાનો રોગ બધાને લાગુ પડ્યો
જે માણસ સમજપૂર્વક ધનનો ઉપયોગ કરે છે એને નિર્ધનતા નડતી નથી, સદ્દમાર્ગે આવેલું ધન એ સારી વાત છે
આજનો યુગ સ્પર્ધા યુગ છે. માણસ વધારેમાં વધારે અર્થપ્રધાન બની ગયો છે. ધન-દોલત એના માટે સર્વસ્વ બની ગયું છે. કોણ વધારે અમીર ? આ હોડ ચાલી રહી છે, એમાં કોણ કોને પછાડે છે. કોનો સેન્સેકસ આગળ વધે છે કોણ રાજય-દેશ કે દુનિયાના અમીરોમાં કોણ આગળ આવે છે, એની મથામણ જબરજસ્ત ચાલે છે. આ અમીરપણાનો ોરગ નાના-મોટા સૌને લાગુ પડે છે. કેટલાક લોકોનો અમીર બનવા માટે નીતિ-નિયમો, મુલ્યો અને સદાચારને અભરાઈએ ચડાવી દે છે એમને ખબર નથી કે ધન-દોલત ન કોઈની થઈ છે કે ન થશે. ઋગ્વેદ (૧૦-૧૧૭-પ)માં કહ્યું છે ઃ જેવી રીતે રથનું પૈડું ઉપર નીચે ઘૂમે છે. એવી રીતે ધન પણ જુદી જુદી વ્યક્તિઓ પાસે આવે જાય છે, તે ક્યારેક એક સ્થાને સ્થિર નથી રહેતું ધનની આવન-જાવન ચાલ્યા કરે છે. આજનો રોડપતિ કાલનો કરોડપતિ થઈ શકે.
આજનો કરોડપતિ કાલે રોડપતિ હોય. અમીર બનવાની ઈચ્છા એ અત્યંત દુઃખદ છે. કારણ કે ધન કમાવું એ તો એનાથી પણ વધારે દુખદ છે. માણસ જયારે રૂપિયાનો ગુલામ બની જાય છે, ત્યારે એ આજુબાજુ કશું જાેઈ શકતો નથી. વેદવ્યાસે ‘મહાભારત’માં કહ્યું છે ઃ ‘પુરુષ અર્થનો દાસ છે, અર્થ (ધન) કોઈનું દાસ નથી તેથી તો આપણે કહીએ છીએ કે, ‘ભાઈ, પૈસા હાથનો મેલ છે’ આજે છે. કાલે નહીં હોય ઃ છે’ એનું અભિાન ન હોવું જાેઈએ. પણકેટલાક લોકો તો પોતાના પગ ધરતીને અડવા દેતા જ નથી. બીજી બાબત એ છે કે, માણસ સાચા-સારા રસ્તે પૈસા કમાય તો વાંધો નથી પણ અનાચાર અને શોષણ કરીને લાખો-કરોડો પેદા કરીને અમીર બની જાય એના કરતાં તો ગરીબ સારો કે પૈસા માટે દુર્જનતા કરતો નથી. આજે તો જેનું જે થવાનું હોય તે થાય, મારું તો થવું જ જાેઈએ. સાચાો અમીર તો સંતોષી હોય છે.
યોગ્ય માર્ગે આવેલો પૈસો બીજા પૈસાને ખેંચતો આવે છે. પોતાની પાસેનો પૈસો જાે સદમાર્ગે વપરાય તો એમાં વધારો થતો હોય છે. પણ પૈસો જાેઈને જે લોકો છકી જાય છે. અવળે માર્ગે ચડી જાય છે. એની પાસેથી લક્ષ્મી પણ દુર ભાગી જાય છે. જયોર્જ હર્બર્ટ કહે છે ઃ ‘જેની પાસે ઓછું છે એ ગરીબ નથી, પણ જે વધારે ઈચ્છે છે એ ગરીબ છે.’ એક રીતે જાેઈએ તો માણસને જીવવા માટે બે રોટલીથી વિશેષ શું જાેઈએ? છતાંય માણસ ધન કમાવા-મીર બને એની સામે આપણને કોઈ જ વાંધો નથી. ભલે કમાય. ભલે ભેગું કરે પણ એને સન્માર્ગે ખર્ચે એ જરૂરી છે. વેદવ્યાસે ‘મહાભારત’ના ‘શાંતિપર્વ’ (ર૯ર/૧૯)માં કહ્યું છે ‘ધર્મનું પાલન કરીને જે ધન મેળવે છે એ જ સાચું ધન છે. પણ જે અધર્મથી ધન મેળવે છે તે ધિક્કારપાત્ર છે.
દુનિયામાં ધનની ઈચ્છાથી શાશ્વત ધર્મનો ત્યાગ કરવો જાેઈએ નહી. ખોટા માર્ગો અપનાવીને, બીજાઓની પીડીને, લોકોનું શોષણ કરીને, ભ્રષ્ટાચાર અને દુરિત માર્ગોનો ઉપયોગ કરીને ભેગું કરેલું ધન એ આપણે અને આપણા વંશનો નાશ કરે છે. અમીરીના નશામાં માણસ બધું જ ભૂલીને એશ આરામમાં આળોટે છે. એ ઉંડા કૂવામાં પડે છે. લક્ષ્મી ચંચળ છે. આજે છે ને કાલે નથી ‘છે’ એનો અહમ નહીં અને ‘નથી’ એનું દુઃખ નથી. આપણે જાણીએ છીએ કે જેની પાસે ધન છે એને હજારો મિત્ર હોય છે. એ બધા તાળી મિત્રો હોય છે. સંકટ સમયે જે આવીને ઉભો રહે એ જ સાચો મિત્ર ગણાય. વેદવ્યાસે ‘મહાભારત’ના ‘શાંતિપર્વ’ (૮/૧૯)માં કહ્યું છેઃ જેની પાસે ધન હોય છે એને ઘણા મિત્રો હોય છે. જેની પાસે ધન હોય છે એને ઘણા ભાઈ-બંધ હોય છે.
જગતમાં જેની પાસે ધન છે એ જ પુરુષ કહેવાય છે, અને જેની પાસે ધન છે એ જ પંડિત મનાય છે. અમીરની વ્યાખ્યામાં એ બધુ જ આવી ગયું. અમીર હોવું એટલે ડાહ્યા હોવું. બુદ્ધિશાળી હોવું. જ્ઞાનવાન હોવું વિદ્ધાન-પંડિત હોવું. બધા જ તમારી ખુશામત કરતા રહે. તમારી વાહવાહ કરે. તમને સલામો કરે. એના મૂળમાં માત્ર તમારી મિલકત જ હોય છે. તમારી પાસે ધન છે, તો તમે ધર્મનું પાલન કરાવી શકો છો. મંદિરોમાં દાન આપો, કથા-વાર્તાઓ કરાવો. હોમ-હવન કરાવી શકો છો અને એ રીતે તમે તમારા અહમ્ને પોષી શકો છો.
બાણભટ્ટે ‘કાદમ્બરી’માં કહ્યું છે ઃ વિદ્ધાન, વિવેચક, બળવાન, કુળવાન, ધૈર્યવાન અને ઉદ્યમી માણસને પણ દુષ્ટ લક્ષ્મી પૂજન બનાવી દે છે.’ અમીરીના અહંકાર જુદા જુદા માર્ગથી પ્રગટતો હોય છે. જાે એને સીમજવામાં ન આવે તો અનેક પ્રકારના અનિષ્ટો સર્જતો હોય છે. માણસ મોહમાં અંધ બની જાય છે, ખરાબ વ્યસનોમાં સબડવા માંડે છે. અવિવેકી અને વ્યભિચારી બની જાય છે, આ રીતે ફસાયા પછી લક્ષ્મી એની પાસે ઉભી રહેતી નથી. અમીરીનો અર્થ છે સંયમમાં રહેવું સંતોષી રહેવું જે માણસ સમજપૂર્વક ધનનો ઉપયોગ કરે છે એને નિર્ધનતા નડતી નથી પણ જે ખરાબ માર્ગે એનો ઉપયોગ કરે છે એનું તો ધનોતપનોત નીકળી જાય છે.
આમેય કહેવાય છે કે, જે ધન ખોટા માર્ગે આવ્યું હોય એ એકાદ-બે પેઢી સુધી જ ટકતું હોય છે પણ જે ધન સદમાર્ગે આવ્યું હોય એ પેઢીઓ સુધી રહેતું હોય છે.જેમ ગરીબી એક સમસ્યા છે એમ અમીરી પણ એક સમસ્યા છે. અમીરો અમીરીના ભાર નીચે દબાઈને મરી જાય છે. આપણે આજે માનીએ છીએ કે કેટલાક અનીતિ કરીને કમાય છે, સુખી થાય છે, અને એશઆરામથી જીવ છે, એમને કશું જ નડતું નથી. પણ આપણે સારા માર્ગે, મહેનત-મજૂરી કરીએ છીએ. તોય બે ટંક ભેગા થતા નથી, આવું કેમ? પણ જે આજે દેખાય છે. તે કાલે નહી હોય, એ નહીં તો એના વંશને પણ એનો બદલો મળવાનો જ છે.
જે માણસ ધન-દોલતમાં અંધ બની જાય છે. એ સારા નરસાનો ભેદ ભુલી જાય છે. ક્ષેમેન્દ્ર ‘દર્પદલન’ (ર/૩ર)માં કહ્યું છે ઃ ‘સજજન પુરુષ ધર્મ માટે જ પ્રયત્નપૂર્વક ધન સંગ્રહ કરે છે. આપણે જાણીએ છીએ કે, ધન જીવનનું સર્વોપરી સાધન છે, એનો નાશ એ જીવનની હાનિ ગણાય છે, પણ એ સદમાર્ગે આવેલી ધનની વાત છે. નહિતર સોમદેવે કથાસરિત્સાગમાં કહ્યું છે ઃ ધન તો અનિશ્ચિત વરસાદ જેવું છે. અકસ્માતે આવે છે અને ચાલ્યું જાય છે.’ માટે એનું અભિમાન કરવું એ માણસની સૌથી મોટી મૂર્ખતા છે.