20 વર્ષ બાદ ગુફામાંથી બહાર નીકળી વેક્સીન લીધી

દક્ષિણ સર્બિયાના પેન્ટા પટ્ટોવિક છેલ્લા 20 વર્ષોથી શહેરથી દુર સ્ટારા પ્લાનિનાની ટેકરીઓ પર એક ગુફામાં રહેતા હતા. તેમને શહેરની ભાગદોડવારી જીંદગીથી કંટાળીને ગુફામાં રહેવાનો નિર્ણય કર્યો અને 20 વર્ષ સુધી ગુફામાં રહ્યા બાદ પરત ફર્યા ત્યારે બધાના મોઢા પર માસ્ક જોઈ તેને આશ્ચર્ય થયું. Man gets out of cave after 20 years for COVID-19 jab urges others to get vaccinated
આ પછી જયારે તેને કોરોના વિશે કહેવામાં આવ્યુ ત્યારે તેને તરત જ રસી પણ લઈ લીધી. હવે દુનિયા તેમને સોશ્યલ ડિસ્ટન્સીંગ કિંગના નામ તરીકે ઓળખે છે. પેન્ટા પર્ટોવિક 70 વર્ષ દરમ્યાન ઘણા લગ્ન કરી ચૂકયા છે અને તેઓ પોતાનું જીવન ઘણુ વ્યસ્ત બતાવે છે.
પેન્ટા કહે છે કે દરેક જગ્યાએ કોરોના ફેલાયો છે તો મારી ગુફામાં પણ કોરોના આવી શકે છે એટલા માટે વેકસીન લેવી જરૂરી છે. પેન્ટાએ જયારે વેકસીન લીધી ત્યારે લોકોને પણ સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.