લક્ઝરીમાંથી દેશી પિસ્ટલ સાથે યુ.પીનો યુવક ઝડપાયો

(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા) પોલીસ અધિક્ષક સાહેબશ્રી રાજેશ ગઢિયા સાહેબ જી.ખેડા-નડીયાદ નાઓએ આગામી વિધાનસભા ચુંટણી અન્વયે બહારના રાજયોમાંથી આવતા વાહનોમાંથી ગેરકાયદેસર હથીયારો તેમજ વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા સારૂ
જીલ્લામાં પ્રવેશતા નાકાઓ પર સઘન વાહન ચેકીંગ કરવા સાંરૂ આપેલ સુચનાઓ તેમજ ના.પો.અધિ.શ્રી વી.આર.બાજપાઇ સાહેબ નડીયાદ-વિભાગ, નડીઆદ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડાકોર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ અમો એ.બી.મહેરીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સેવાલીયા પો.સ્ટે. તથા અ.પો.કો અજમલસિંહ ભલસિંહ બ.નં.-૧૦૨૭ તથા ફાળવેલ જીજી્ ટીમના એક્જી.મેજી. મહેશકુમાર કાંન્તિલાલ પંચાલ
તથા એલ.આર.પો.કો રાકેશભાઇ પરસોત્તમભાઇ તથા જીજીમ્ (૫૬ બટાલિયન બિહાર) ના જવાનો એ રીતેના પોલીસ માણસો અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ ઉપર મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમ્યાન ધર્મેન્દ્ર ટ્રાવેલ્સ લક્ઝરી માંથી આરોપી નંદકિશોર સ/ઓ
અતિબલસિંહ લાલજીતસિંહ કાછી (કુશવાહ) ઉવ.૨૫ રહે.ગામ નગલાપુઠ યાદવનગર, પો.કંધેશી કુવારા પંચાયત થાના બર્થના જી.ઇટાવા ઉત્તર પ્રદેશ નાઓને તેના કબ્જા ભોગવટામાં રાખેલ ચોખા તથા ગોળના લાડવા ભરેલ મીણીયા કોથળીમાં વગર લાયસન્સે ભારતીય હાથ બનાવટની
લોખંડની દેશી પિસ્ટલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા ચોખા તથા ગોળના લાડવા ભરેલ મીણીયાની કોથળી કિ.રૂ.૦૦/૦૦ તથા અંગ ઝડતીમાંથી મળેલ સાદો એસ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦/- તથા પાકીટમાંથી મળેલ આધાર કાર્ડ, બે એસ.બી.આઇનું એ.ટી.એમ. કાર્ડ, પાન કાર્ડ, શિવટેક્ષ શિપીંગ પ્રા.લી.
કંપનીનું ઓળખ કાર્ડ, ધર્મેન્દ્ર ટ્રાવેલ્સની ટીકીટ નં.૩૭૩૧૦ જે તમામ કિ.૦૦/૦૦ તેમજ પાકીટમાંથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો રૂ.૧૨૧૦/- મળી કુલ્લે રૂ.૬૭૧૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.