‘મની હેઇસ્ટ’ વેબસિરીઝ જોઈ બેંકમાંથી 13 કરોડનું સોનું લૂંટયું

કર્ણાટકમાં લોન નહીં મળતાં શખ્સે બેન્કમાંથી ૧૭ કિલો સોનું લૂંટી લીધું
બેંગલુરુ, કર્ણાટકના દાવણગેરે જિલ્લામાં એક વ્યક્તિને બેંકે લોન આપી નહીં. એટલે આ વ્યક્તિએ બેંકમાંથી ૧૭ કિલોગ્રામ સોનાની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે.
પોલીસના કહેવા મુજબ, મુખ્ય આરોપી વિજયકુમાર(૩૦ વર્ષ) આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. તેણે ઓગષ્ટ ૨૦૨૩માં સ્ટેટ બેંકમાંથી રૂપિયા ૧૫ લાખની લોન મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ તેની લોનની અરજી નામંજૂર થઈ હતી. એટલે નારાજ થઈને બેંકમાંથી રૂપિયા ૧૩ કરોડનું સોનું લૂંટી લીધું.
Karnataka police cracked the Nyamati SBI bank heist in Davangere, arresting six culprits and recovering almost all stolen gold. The mastermind, inspired by Money Heist, executed the robbery using advanced tools.
પોલીસ અધિકારીના કહેવા મુજબ, આરોપી વિજયકુમારને સ્પેનિશ ક્રાઈમ ડ્રામા સિરીઝ ‘મની હાઇસ્ટ’ જોઈને આઈડિયા આવ્યો હતો. ત્યાર પછી તેણે યુટ્યુબ વીડિયો જોઈને ૬થી ૯ મહિનામાં બેંક લૂંટવાનો પ્લાન બનાવ્યો.બેંક લૂંટવામાં મુખ્ય આરોપીના ભાઈ અજયકુમાર, બનેવી પરમઆનંદ અને ત્રણ અન્ય સાથી અભિષેક, ચંદુ અને મંજૂનાથની મદદ લીધી હતી. પોલીસે તમામ છ આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે, આરોપી વિજયકુમારે બેંક લૂંટવા પહેલાં કેટલીયે વાર રેકી કરી હતી. રાત્રિના સમયમાં ખેતરમાંથી બેંક સુધી જવા માટેની મોક ડ્રિલ કરી, જેથી પોલીસ અને સામાન્ય લોકોને મુવમેન્ટનો અંદાજ આવી શકે નહીં. ત્યાર પછી ગેંગે બારીમાંથી બેંકમાં એન્ટ્રી કરી હતી. સાયલન્ટ હાઈડ્રોલિક આયનર કટર અને ગેસ-કટિંગ ટુલ્સનો ઉપયોગ કરીને બેંકના લોકર તોડ્યા.
કોઈએ પણ ફોનનો ઉપયોગ કર્યાે નહીં.સીસીટીવીના ડિઝિટલ વીડિયો રેકોર્ડર પણ સાથે લઈ ગયા. જેનાથી પોલીસ માટે કોઈ સુરાગ રહે નહીં. જોકે, ચોરી કરેલું સોનુ વેચવાનું શરુ કર્યું અને તેમાંથી મળેલા પૈસાનો ઉપયોગ ધંધામાં અને ઘર ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવ્યો.
તપાસ દરમિયાન પોલીસને તમિલનાડુના એક નેટવર્કની ખબર પડી, જે લોકલ લોકો સાથે મળીને કામ કરી રહ્યો હતો. તેની મદદથી પોલીસે તમામ છ આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસે એક્સપર્ટ સ્વિમર્સની મદદથી ૩૦ ફૂટ ઊંડા કુવામાંથી લોકર જપ્ત કર્યું, જેમાં લગભગ ૧૫ કિલો ગોલ્ડ છુપાવેલું હતું.SS1MS