Western Times News

Gujarati News

વિશ્વનું સૌથી તીખુ મરચું ખાઈને વ્યક્તિએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી, લોકો ગિનિસ વર્લ્‌ડ રેકોર્ડ બનાવવા માટે પણ વિચિત્ર જાેખમ લેતા હોય છે. જાે તમે જાેવા બેસો તો તમને ઘણા ચોંકાવનારા વર્લ્‌ડ રેકોર્ડ્‌સ મળશે. આવો જ એક રેકોર્ડ કેલિફોર્નિયામાં રહેતા એક વ્યક્તિના નામે છે. તેણે માત્ર ૮.૭૨ સેકન્ડમાં વિશ્વની સૌથી હોટ ગણાતી કેરોલિના રીપર ચિલી ખાઈને વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો છે. કેરોલિના રીપર મરીને વિશ્વમાં સૌથી તીખુ મરચું માનવામાં આવે છે.

Man sets world record by eating Carolina Reaper Chile, the world’s hottest chili

તેને ખાઈને અદ્ભુત કળા બતાવનાર વ્યક્તિનું નામ છે ગ્રેગરી ફોસ્ટર. તેણે સેન ડિએગોના ડાઉનટાઉનમાં સીપોર્ટ શોપિંગ સેન્ટર ખાતે સેકન્ડોમાં જ કેરોલિના રિપર મરીને તેમના ગળા નીચે ઉતારી અને વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો. આ સાથે તેણે માઈક જેકના ૯.૨૭ સેકન્ડના સર્વશ્રેષ્ઠ રેકોર્ડને તોડી નાખ્યો છે.

ગ્રેગરી તેના બીજા પ્રયાસમાં આ રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે કેવી રીતે તેઓ એક પછી એક મરચું ખાઈ રહ્યા છે જાણે કે તે બિલકુલ તીખુ ન હોય. જેમ જેમ તેણે ઝડપી સમયમાં ત્રણેય મરચાં ખાઈ લીધાં, ત્યારે જ તેણે મોટું મોં ખોલીને બતાવ્યું કે ગ્રેગરીએ આખું મરચું ખાધું છે.

આ વિડિયો ગિનિસ વર્લ્‌ડ રેકોર્ડ્‌સે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે – ગ્રેગરી ફોસ્ટરે ૮.૭૩ સેકન્ડમાં સૌથી ઝડપી ત્રણ કેરોલિના રિપર મરચુ ખાવાનો વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો હતો. કેરોલિના રીપર મરચું અમેરિકામાં ઉગાડવામાં આવે છે.

તે કેપ્સિકમ જેવું લાગે છે પરંતુ સ્વાદમાં ખૂબ જ તીખુ હોય છે. તેને વિશ્વનું સૌથી ગરમ મરચું કહેવામાં આવે છે. આ ખાસિયતને કારણે આ મરચાનું નામ ગિનિસ વર્લ્‌ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. અત્યાર સુધીની માહિતી મુજબ દુનિયામાં આટલું તીખુ ??મરચું બીજું કોઈ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.