બોપલના કોન્સ્ટેબલ અને તેના સગાઓના ત્રાસથી કંટાળી એક વ્યક્તિએ આપઘાત કર્યો
(એજન્સી)અમદાવાદ, ધંધુકામાં રહેતા એક વ્યકિતએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે. મૃતકે તેમની પુત્રીને ૧૦ શખ્સોનો ત્રાસ હોવાનું જણાવ્યું હતું. જેમાં બોપલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને તેના ભાઈ સહીતના લોકો ગામ ખાલી કરીને જતા રહેવા દબાણ કરીને ધમકાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ધંધુકા પોલીસે ૧૦ લોકો સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધંધુકાના મીરાવાડી શંકર સોસાયટીમાં રહેતા ખેતાભાઈ રાસમીયા ગત તા.ર૩મીએ પુત્રી જયોતીબેનના મુળી ખાતેના સાસરે ગયા હતા. ખેતાભાઈ આવતા પુત્રીએઅ ચા પાણી આપ્યા હતા. ખેતાભાઈ ગભરાયેલા હોવાથી જયોતીબેને તેમને પુછતા કેટલાક લોકોના ત્રાસ હોવાનું જણાવ્યું હતું.
ખેતાભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, બોપલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હર્ષદ ઝાલા, તેનો ભાઈ દીપક ઉર્ફે દેવરાજ ઝાલા, પરષોતમ ઝાલા અને તેના બે પુત્રો વિશાલ અને જીજ્ઞેશ તથા ડાહ્યાભાઈ ઝાલા અને તેના બે પુત્રો પ્રેમજી અને ગૌતમ તથા વિનુ ઝાલા અને તેનો દીકરો રાકેશ ત્રણ વર્ષથી ત્રાસ આપતા હતા.
આ તમામ લોકો ગામનું ઘર ખાલી કરીને ભાગી જવા માટે અને મારી નાખવાની ધમકી આપતા હતા. હર્ષદ અને દીપકે એક સ્ત્રી પાસે ખેતાભાઈના પુત્ર સામે ખોટી ફરીયાદ કરાવીને હેરાન કરાતા હતા. તેવામાં ખેતાભાઈ તેમના ઘર પાસે બેઠા હતા. ત્યારે આ શખ્સો આવીને ધમકાવવા લાગ્યા હતા.
આરોપીઓએ ધમકી આપી કે તારા પુત્રને ફસાવી દીધો અને તારા એક ભાઈને ગામ મુકાવી દીધું એટલે તું પણ જતો રહેશે. નહી તો જીવતો નહી છોડીએ.. આરોપીઓની ધમકથી ડરીને ખેતાભાઈ આખી રાત ઉધ્યા નહતો અને વહેલી સવારે ડરના માર્યે ઘર છોડીને પુત્રીના ઘરે જવા નીકળ્યા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. જયોતીબેનને આ બાબતે જાણ થતતાં જ તે પિતાને સારવાર માટે લઈ ગયા હતા.
જયાં ફરજર પરના ડોકટરો ખેતાભાઈ મૃત જાહેર કર્યો હતો. આ મામલે સુરેન્દ્રનગર પોલીસે ઝીરો નંબરથી ફરીયાદ નોધી ધંધુકા પોલીસને ટ્રાન્સફર કરી હતી. પોલીસે ૧૦ આરોપીઓ સામે ગુન ોનોધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં આરોપી હર્ષદ ઝાલા બોપલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.