Western Times News

Gujarati News

મુસાફરોને રીક્ષામાં નજર ચુકવી મોબાઇલ કાઢી લેનાર ઇસમને ઝડપાયો

(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇનાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા સારુ કરેલ માર્ગદર્શન હેઠળ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ચૈાહાણ નાઓની સુચના મુજબ (man was caught after taking away the mobile from the passengers in the rickshaw)

સર્વેલન્સ પો.સબ.ઇન્સ એચ.એ.રિષિન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અ.હેઙકો રધુવીરસિંહ તથા મહિપાલસિંહ નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે નડિયાદ શહેરમાં મુસાફરોને રીક્ષામાં આગળ બેસાડી નજર ચુકવી મોબાઇલ કાઢી લેનાર

ઇસમ સી.એન.જી.રીક્ષા નંબર જી.જે.૨૩ એવી ૦૪૫૦ ની લઇને ફતેપુરા નહેર તરફ્થી નડીયાદ તરફ આવનાર છે. અને સદર ઇસમ પાસે ચોરીના મોબાઇલ છે. જે બાતમી આધારે સદર ઇસમને ફતેપુર રોડ ઉપર નહેર નજીકથી પકડી લેવામાં આવેલ અને સદર ઇસમ પાસે અલગ અલગ કંપનીના કુલ- ૭ મોબાઇલ ફોન મળી આવેલ

જે મોબાઇલ બાબતે યુકતિપ્રયુકતિથી પુછપરછ કરતા મુસાફરોને રીક્ષામાં આગળ બેસાડી નજર ચુકવી મોબાઇલ કાઢી લીધેલ હોવાની કબુલાત કરતો હોય જેથી સદર ઇસમ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન કુલ નંગ-૭ તથા ગુનામાં વાપરેલ સી.એન.જી રીક્ષા સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સદર ઇસમને સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.