હૈદરાબાદ પોલીસે ૭૦ કરોડ યૂઝર્સનો ડેટા ચોરનારાને ઝડપ્યો
દેશના સૌથી મોટા ડેટા ચોરી રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો -હરિયાણાના ફરીદાબાદમાં ઓફિસ ખોલીને કરતા હતા ચોરી
વિનયે ફાદા માટે ભેજાબાજાેને ડેટા વેચવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પ્રચાર કરતો હતો.
હૈદરાબાદ, તેલંગાણામાં સાઈબરાબાદ પોલીસે દેશની સૌથી મોટી ડેટા ચોરીનો રેકેટનો પર્દાફાશ કર્યો છે. હૈદારબાદ પોલીસે ૨૪ રાજ્યો અને ૮ મહાનગરોના ૬૬.૯ કરોડ વ્યક્તિઓ તથા ખાનગી સંગઠનોના ખાનગી અને ગોપનીય ડેચા ચોરવા, પોતાની પાસે રાખવા અને વેચવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે.
બાયજુસ અને વેદાંતુ સંગઠનોના વિદ્યાર્થીઓ સંબંધિત ડેટા સિવાય, આરોપી પાસે ૮ મેટ્રો શહેરમાં ફેલાયેલા ૧.૮૪ લાખ કેબ યૂઝર્સ સંબંધિત ડેટા, ૬ શહેરો અને ગુજરાત રાજ્યમાં ૪.૫ લાખ પગાદારી કર્મચારીઓનો ડેટા હતો. આરોપી વિનય ભારદ્વાજે હરિયાણાના ફરીદાબાદમાં એક ઓફિસ પણ ખોલી હતી. તેણે આમેર સોહેલ અને મદન ગોપાલ પાસેથી ડેટાબેઝ એકત્ર કર્યો હતો.
Data Theft Case | Cyberabad Police Arrested Vinay Bhardwaj From Faridabad Of Haryanahttps://t.co/xU7ZvDQvF0 via @YouTube @DDNewslive #DataLeak
— DD NEWS TELANGANA. (@ddyadagirinews) April 2, 2023
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, વિનયે ફાદા માટે ભેજાબાજાેને ડેટા વેચવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પ્રચાર કરતો હતો. પોલીસે કહ્યું કે, આરોપી પાસે જીએસટી, આરટીઓ, એમેજાેન, નેટફ્લિક્સ, યુટ્યુબ, ફોન પે, બિગ બાસ્કેટ, બુક માય શો, ઈન્સ્ટાગ્રામ, જાેમેટો, પોલિસી બજાર, અપરસ્ટોક્સ જેવા મુખ્ય સંગઠનોના ગ્રાહકોનો પણ ડેટા છે.
આરોપી ૧૦૪ કેટેગરીમાં રાખવામાં આવેલા લગભગ ૬૬.૯ કરોડ વ્યક્તિઓ અને સંગઠનો તથા ગોપીનીય ડેટા વેચતા ઝડપાયો તો. જેમાં ૪૪ કેટેગરીમાં બનાવવામાં આવેલા ૨૪ રાજ્યો અને ૮ શહેરોના વ્યક્તિઓ તથા સંગઠનોના ૫૧.૯ કરોડ લોકોનો ડેટા સામેલ છે.
આરોપી પાસેથી રહેલાં કેટલાંક મહત્વપૂર્ણ ડેટાઓમાં સુરક્ષાકર્મીઓ, સરકારી કર્મચારીઓ, પાનકાર્ડ ધારકો, ધોરણ ૯-૧૦-૧૧-૧૨ના વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, દિલ્હીના વીજળીના ધારકો, ડી મેટ ખાતા ધારરો, વિવિધ વ્યક્તિઓ, નીટના વિદ્યાર્થીઓ, વ્યક્તિઓ, વીમાધારકો, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધારકોનો ડેટા તથા મોબાઈલ નંબર સામેલ છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આરોપી વ્યક્તિ ફરીદાબાદ, હરિયાણામાં એક વેબસાઈટ ઈન્સ્પાયરવેબ્ઝના માધ્યમથી કામ કરી રહ્યો હતો. તે ક્લાઉડ ડ્રાઈવ લિંકના માધ્યમથી ગ્રાહકોનો ડેટાબેઝ વેચી રહ્યો હતો. પોલીસે બે મોબાઈલ ફોન અને બે લેપટોપ તથા સરકારી, ખાનગી સંસ્થાઓ, વ્યક્તિઓની સંવેદનશીલ માહિતીવાળી ૧૩૫ કેટેગરીના ડેટાબેઝ કબજે કર્યા છે.