રાજયની સ્કૂલોમાં શનિવારે રજા રાખવા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
મુખ્યમંત્રીને પત્ર લખી શનિવારના રોજ રજા રાખવા માટે રજુઆત કરાઈ
(એજન્સી)અમદાવાદ, રાજયની સ્કુલોમાં બીજા અને ચોથા શનીવારે રજા રાખવા માટે સંચાલક મંડળ દ્વારા ભલામણ કરાઈ છે. હાલમાં શનીવારે અડધો દિવસ અભ્યાસ કરાવાય છે.
તેના બદલે પ્રથમ અને પ્રજા શનીવારે નિયમીત શાળા રાખી બીજા અને ચોથા શનીવારના રોજ રજા રાખવા માટે રજુઆત કરી છે. શનીવારે રજા રાખવામાં આવે તો વાલીઓ અને વિધાર્થીઓ સળંગ બે દિવસની રજા મેળવી શકે છે. જેથી કર્મચારીઓ પોતાના બાળકો સાથે સામાજીક રીતે સમય આપી શકે.
શનીવારે રાજયની સ્કુલોમાં પાંચ તાસનું શિક્ષણકાર્ય ચાલતું હોય છે. જેમાં પ્રથમ તાસ સમુહ કવાયત અથવા સમુહ જીવનનો હોય છે. આમ શનીવારે ભણવા માટેના તાસની સંખ્યા ૪ જ હોય છે. ભણવાના ૪ તાસનું ટાઈમટેબલ પણ એ રીતે ગોઠવવામાં આવે છે.
કે કમ્પ્યુટર, ચિત્રકામ, સંગીત, ઉધોગ અઅને ગેમ્સના તાસ શનીવારે આવે આમ શનીવારના રોજ મુખ્ય વિષયોનું શૈક્ષણીક કાર્ય ઓછું રહે છે. અથવા તો રહેતું નથી. મહીનામાં ૪ શનીવારમાં જે કાર્યભાર શિક્ષણનો હોય છે. અને અડધા દિવસનો શાળા સમય હોય છે. તેના બદલે પહેલાં અને ત્રીજા શનીવારમાં ૮ તાસનું શિક્ષણકાર્ય રાખવામાં આવે અને બીજા તથા ચોથા શનીવારના રોજ રજા આપવામાં આવે તો વિધાર્થીઓ પોતાના વાલીી સાથે સમગ્ર દિવસ રહી શકે.
સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શાળામાં ર દિવસ શિક્ષણ કાર્ય બંધ રહે તો તેની અસર અંગે પણ રજુઆતમાં જણાવ્યું હતું. જેમાં વાહન વ્યવહારમાં ખર્ચ થતો ડીઝલ, પેટ્રોલનો બચાવ થાય શાળામાં વપરાતી વીજળી અને પાણીની બચત થાય શાળામાં આવવાના રસ્તા પર થતો ટ્રાફીકી જામ ન થાય
અને શાળા મેનેજમેન્ટને બિલડીગ ખાલી હોય કે પાણીીની ટાંકીની સફાઈ મેદાનની સફાઈ જનરલ સાફ સફાઈ અને મેઈન્ટેનન્સના કામો કરાવવા માટે પણ અનુકુળતા રહે. જેથી સ્કુલોમાં બીજા અને ચોથા શનીવારે રજા રાખવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી છે.