Western Times News

Gujarati News

AMTSની ૮૦૦ બસોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યું

AMTS બસનું સંપૂર્ણ ખાનગીકરણ: શ્રી મારુતિ ટ્રાવેલ્સ(દાદા), આદિનાથ બલ્ક પ્રાઇવેટ લિમિટેડ, શ્રી મારુતિ ટ્રાવેલ્સ, ટાંક સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ, અર્હમ ટ્રાન્સપોર્ટ, મહેશ્વરી બસ ઓપરેટર પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે 
અમદાવાદ,  અમદાવાદ મ્યુન્સિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS નું સંચાલન હવે કોર્પોરેશન નહીં કરે કારણ એ કે હવે બસો જ કોર્પોરેશનની માલિકીની નથી બચી. એએમટીએસની કુલ હાલ શહેરમાં ૮૦૦ બસો દોડે છે, આ ૮૦૦ બસોનું સંચાલન હવે ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યું છે.

એટલે કે અમદાવાદના રસ્તાઓ પર દોડતી છસ્‌જી બસનું સંપૂર્ણ ખાનગીકરણ કરાયું છે. શહેરમાં દોડતી કુલ ૮૦૦ બસોમાંથી એક પણ બસ મનપાની માલિકીની નથી. ખાનગી ઓપરેટરોને આ તમામ બસો સોંપી દેવામાં આવી છે. જેના કારણે વાર્ષિક કરોડો રૂપિયાનું નુકસાન કોર્પોરેશનને થઈ રહ્યું છે અને ખાનગી બસ ઓપરેટરોને કમાણી થઈ રહી છે.

ફક્ત એટલું જ નહીં નવા બજેટની બસોનું પણ સંચાલન ખાનગી ઓપરેટરો જ કરશે. હાલ આ ૮૦૦ બસોને ૬ એજન્સીઓ ઓપરેટ કરે છે. જેમાં શ્રી મારુતિ ટ્રાવેલ્સ(દાદા), આદિનાથ બલ્ક પ્રાઇવેટ લિમિટેડ, શ્રી મારુતિ ટ્રાવેલ્સ, ટાંક સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ, અર્હમ ટ્રાન્સપોર્ટ, મહેશ્વરી બસ ઓપરેટર પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ હાલ શહેરમાં ૮૦૦ બસોનું સંચાલન કરી રહી છે.

આ મામલે વિરોધ પક્ષના કોર્પોરેટર ઇકબાલ શેખે જણાવ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા પછી અલગ અલગ એજન્સીઓ હાલ ૭૦૦થી ૮૦૦ બસો ચલાવી રહી છે. કોર્પોરેશનના બજેટમાં જે નવી બસો આવવાની છે તે પણ કોન્ટ્રાક્ટર મારફતે ચલાવવામાં આવશે.

ફક્ત એક કે બે બસ જ કોર્પોરેશનની ચાલે છે. જે ખૂબ દુઃખની વાત છે. ફક્ત તેમના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપવો, મનફાવે એવું વર્તન તેમના ડ્રાઇવરો અને કોન્ટ્રાક્ટરો કરી રહી છે. જેના કારણે અમદાવાદીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ‘

અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ મનપા બસના ડ્રાઈવર કન્ડક્ટરની બદલી થઈ ચુકી છે. મનપાના વિવિધ વિભાગોમાં આ ડ્રાઇવર કન્ડક્ટરની બદલી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દર વર્ષે છસ્‌જીના કારણે અમદાવાદ મનપાને ખોટ થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દર વર્ષે રૂપિયા ૩૨૫ કરોડની ખોટ થાય છે. ત્યારે ખાનગી ઓપરેટરોને ફાયદો થાય તો મનપાને કેમ નથી થતો તે મોટો સવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.