કુતિયાણાની ખાનગી કંપનીના મેનેજર-વેલ્યુઅરે રૂા.૧ર.૬૦ લાખની ઠગાઈ કર્યાનો નોંધાતો ગુનો

પોરબંદર, પોરબંદરમાં વસુંધરા એપાર્ટમેન્ટ માં રહેતા અને આઈઆઈએફએલ ફાયનાન્સ કંપનીમાં ટેરેટરી મેનેજર તરીકે નોકરી કરતાં પરાગ પ્રવિણભાઈ લાલચેતા નામના યુવાને કુતિયાણાની બ્રાંચમાં સાતમાંથી બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા અને હનુમાનગઢ વાડી વિસ્તારમાં રહેતા કારૂં લીલા ગોઢારીયા અને આસિસ્ટન્ટ વેલ્યુઅર તરીકે દોઢ વર્ષથી કામ કરતી કુૃતિયાણાની રામ સરમણ ઓડેદરાએ રૂા.૧ર.૬૦ લાખની ઠગાઈ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં બ્રાંચ મેનેજર કાર ગોઢારીયા અને આસિસ્ટન્ટ વેલ્યુઅર રામ ઓડેદરા ગ્રાહક જે સોનુ જમા કરાવે એની ખરાઈ કર્યા બાદ લોન મંજુર કરવામાં આવતી હોય છે. દરમ્યાન તા.૧૭/૧૦ ના રોજ બંન્ને હાજર હતા ત્યારે બ્રાંચમાં ઓડીટ મેનેજર મોનિક ગોયાણી વિઝીટમાં આવ્યા હતા ત્યારે ઓડીટમાં ત્રણ-ચાર ગોલ્ડ પેકેટ શંકાસ્પદ જણાતા નકલી સોનુ અમુક ગ્રાહકોએ ગીરો મુક્યુ હોવાનું ખુલવા પામ્યુ હતુ.
જેમાં ભેટારીયા સતિષકુમારે એક નેકલેસ, મોઢવાડીયા નાગાજણ અરસીએ એક નેકલેસ અને એક મંગળસુત્ર રાણા અજયસિંહ કાનાસિંહે એક નેકલસ અને એક મંગળસુત્ર તથા ભેટારીયા સતિષકુમારેે એક ચેઈન ગીરવ મુક્યાનુૃ ખુલ્યુ હતુ. કુલ રૂા.૮.૪૪ લાખનુ ખોટુ સોનુૃ ગીરવે મુક્યુ હતુ.
તેમજ ગ્રાહક ઓડેદરા કરણ અરભેમભાઈએ રૂા.૩ લાખની ગોલ્ડ લોન લીધી હોઈ જે જમા કરાવી દીધી હોવા છતાં મેનેજર કારૂ ગોઢાણિયાએ જમા લીધી નહોતી. અને અંગત ઉપયોગમાં લઈ લીધા હતા. આમ, બંન્ને શખ્સે ખોટુ સોનુ ગીરવે મુકી લોન મંજુર કરાવી લઈ રૂા.૧ર.૬૦ લાખની ઠગાઈ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.