માનવ અને શુજલ ટેબલ ટેનિસ સ્ટેટ રેન્કિંગ ટૂર્નામેન્ટમાં ઝળક્યા
ગાંધીધામ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ બાપુ’સ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન 14 થી 17 જુલાઈ દરમિયાન સ્વ. શ્રી. એમ.પી.મિત્રા ઈન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાની કોમ્પલેક્ષ, આદીપુર-ગાંધીધામ ખાતે કરવામા આવ્યું છે.
ટૂર્નામેન્ટના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જુનિયર (અંડર-17) બોય્ઝ સિંગલ્સમાં બિનક્રમાંકિત સુજલ કુકડિયાએ પાંચમી સીડ અમદાવાદના માનસ કટારિયાને હરાવી મોટો અપસેટ સર્જ્યો હતો. સુજલ 3-1(11-5, 11-13, 11-2, 11-9)થી જીત્યો હતો.
જ્યારે કેડેટ બોય્ઝ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં આઠમી સીડ સુરતના માનવ મેહતાએ તેના જ શહેરના તથા ટોપ સીડેડ વિવાન દવેને 3-2 (4-11, 11-9, 9-11, 11-7, 11-6)થી હરાવ્યો હતો. સબ જુનિયર બોય્ઝ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં બીજી સીડ અમદાવાદના આર્ય કટારિયાએ સુરતના બિનક્રમાંકિત ખેલાડી શૌર્ય લાહોટીને હરાવ્યો હતો.
સબ જુનિયર્સ બોય્ઝમાં સામેલ અન્ય ટોપ સીડેડ ખેલાડીઓ જેમકે હિમાંશ દહિયા, આયુષ તન્ના, સમર્થ શેખાવતે પણ સરળતાથી આગામી રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.
અન્ય પરિણામોઃ
સબ જુનિયર્સ બોય્ઝ (અંડર-15) પ્રી-ક્વાર્ટર ફાઈનલઃ (1.) આર્ય કટારિયા (2) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ શૌર્ય લાહોટી (સુરત) 11-5,11-13,11-6,8-11,13-11
(2.) વિવાન દવે (7) (સુરત) જીત્યા વિરુદ્ધ વંશ મોદી (10) (સુરત) 11-3,11-4,11-7
(3.) સુજલ કુકડિયા (6) (ભાવનગર) જીત્યા વિરુદ્ધ અભિલક્ષ પટેલ (11) (અમદાવાદ) 11-9,11-5,8-11,11-5
(4.) સમર્થ શેખાવત (3) (સુરત) જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી (સુરત) 11-6,13-11,6-11,11-8
(5.) આયુષ તન્ના (4) (સુરત) જીત્યા વિરુદ્ધ પવન કુમાર (13) (સુરત) 11-7,11-9,11-9
(6.) માનવ મેહતા (5) (સુરત) જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ (12) (અમદાવાદ) 11-6,11-5,9-11,11-3 (7.) આર્યન પટેલ (8) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ યતાર્થ કેડિયા (9) (સુરત) 11-9,4-11,11-4,9-11,11-5
(8.) હિમાંશ દહિયા (1) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ યુગ પરમાર (સુરત) 11-4,11-7,11-7.
કેડેટ ગર્લ્સ (અંડર-13) પ્રથમ રાઉન્ડ: (1.) રિચા રાવત (સુરત) જીત્યા વિરુદ્ધ ધિતી ત્રિવેદી (ભાવનગર) 12-10,11-6,11-2
(2.) દાનિયા ગોડિલ (સુરત) જીત્યા વિરુદ્ધ આધ્યા ત્રિવેદી (કચ્છ) 11-4,11-5,11-3
(3.) શિવાની દોડિયા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ મિશા લાખાની (અમદાવાદ) 12-10,9-11,11-4,11-8 (4.) ફિઝા પવાર (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ નિયતી પાઠક (સુરત) 8-11,11-9,11-5,9-11,11-4
(5.) વિન્સી તન્ના (સુરત) જીત્યા વિરુદ્ધ નિરાલી પંડ્યા (ભાવનગર) 9-11,9-11,11-7,11-9,11-9
(6.) તન્વી શુક્લા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ જીવિકા પટેલ (સુરત) 11-8,7-11,12-10,11-13,7-11
(7.) મીરા શાહ (રાજકોટ) જીત્યા વિરુદ્ધ અનાઈશા સિંઘવી (કચ્છ) 8-11,13-11,12-14,11-6,11-4
મેન્સ સિંગલ્સ ક્વોલિફાઈંગ રાઉન્ડ્સઃ
(1.) નિલય ઠક્કર (સુરત) જીત્યા વિરુદ્ધ પાર્થ પંજાબી (આણંદ) 14-12,7-11,8-11,11-3,11-5
(2.) પાર્થ પંજાબી (આણંદ) જીત્યા વિરુદ્ધ અભિમન્યુ દહિયા (અમદાવાદ) 11-5,11-7,11-8
(3.) નિલય ઠક્કર (સુરત) જીત્યા વિરુદ્ધ અભિમન્યુ દહિયા (અમદાવાદ) 11-7,3-11,11-7,11-3
(4.) મન જોશી (ભાવનગર) જીત્યા વિરુદ્ધ તિર્થ પટેલ (અમદાવાદ) 11-5,8-11,11-2,11-4
(5.) દેબજોય પુશીલાલ (કચ્છ) જીત્યા વિરુદ્ધ (અમદાવાદ) 11-1,11-4,11-4
(6.) દેબજોય પુશીલાલ (કચ્છ) જીત્યા વિરુદ્ધ મન જોશી (ભાવનગર) 11-4,7-11,11-6,11-9
(7.) માનસ કટારિયા (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ સુજલ કુકડિયા (ભાવનગર) 8-11,15-13,12-10,7-11,11-5
(8.) ઓમ જાયસ્વાલ (ભાવનગર) જીત્યા વિરુદ્ધ પર્વ શેઠ (સુરત) 11-5,11-5,11-4
(9.) રોહિત શેમ્યુએલ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ પર્વ શેઠ (સુરત) 9-11,11-8,11-8,7-11,11-3
(10.) ઓમ જાયસ્વાલ (ભાવનગર) જીત્યા વિરુદ્ધ રોહિત શેમ્યુએલ (અમદાવાદ) 11-2,13-11,11-4 (11.) રુદ્ર પંડ્યા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ બિરેન શાહ (બરોડા) 11-2,11-6,11-8