માણાવદરઃ ઉમિયા મહિલા મંડળ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ
માણાવદર, માણાવદર ઉમિયા મહિલા મંડળ દ્વારા કલર રંગોળી સ્પર્ધાનું આયોજન પટેલ સમાજના હોલમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૩૧ એન્ટ્રી આવી હતી. તેમાંથી ૨૧ સ્પર્ધકો હાજર રહ્યા હતા. સ્પર્ધામાં એ અને બી એમ બે વિભાગો રાખવામાં આવ્યા હતા. એ વિભાગમાં અદોદરિયા જિયા પ્રથમ, ફૂલેત્રા જિયા દ્વિતીય, ગામી ખુશી તૃતીય, માણાવદરીયા માહી ચતુર્થ અને પાંચમા ક્રમે પાડલીયા જિયા વિજેતા બન્યા હતા.
બી વિભાગમાં નાના બાળકોમાં પ્રથમ ભૂત ધનવી, દ્વિતીય બાલાસ ડીમ્પલ, તૃતીય કનેરિયા બંસી, ચતુર્થ સોલંકી આયુષી તથા પાંચમા ક્રમે મજેઠીયા ધ્રુવી વિજેતા બન્યા હતા.વિજેતા સ્પર્ધકોને નગરના મહાનુભવો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન મકવાણા સાહિત્યકાર- લેખક ચંદ્રકાંત પટેલ ડી.કે વૈષ્નાણી, સોનલબેન મારડિયા, જ્યોતિબેન વ્યાસ, હિતેશભાઈ અઘેરા, વસંતભાઈ જાદવ, સ્નેહલબેન અઘેરા વગેરેના હસ્તે શીલ્ડ તથા પ્રમાણપત્રો અપાયા હતા.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે ચિત્ર શિક્ષક વસંતભાઈ જાદવ તથા જ્યોતિબેન વ્યાસે સેવા આપી હતી સ્પર્ધામાં જેઓ વિજેતા બન્યા ન હતા તેવા ૧૧ સ્પર્ધકોને આયોજકો દ્વારા તેમની કલાને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહન રૂપે ઇનામો અપાયા હતા નિર્ણાયક વસંતભાઈ જાદવ અને જ્યોતિબેન વ્યાસને પણ ઇનામ અપાયા હતા. આ સ્પર્ધાનું આયોજન ઉમિયા મહિલા મંડળના ચાંદનીબેન ડેઢાણીયા, કિરણબેન પેથાણી ( ચાર્વી બ્યુટી ઝોન વાળા) શિવાનીબેન ફળદુ દ્વારા કરવામાં આવ્યું હતું.