માણાવદર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પૂજન યોજાયું
હિન્દુ નાગરિકોને દિશા આપવાનાં કામ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વ્યક્તિ નિર્માણનું કાર્ય કરે છે. વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સંઘના સ્વયંસેવકો દ્વારા થાય છે. આપણાં દેશની વાસ્તવિક ઇતિહાસને સમજીને તે મુજબનું જીવન બનાવવું એ સમયની માંગ છે. કોઈ એક ભૂમિ માટે પોતાની પેઢી દર પેઢી પોતાનું જીવન વ્યાપન કરીને પોતાની માતા અને સર્વસ્વ માનવામાં આવે છે, તેવી એક સમાજને જોવાની દ્રષ્ટિ તૈયાર થાય છે. જેને સંસ્ક્રતિ કહેવાય છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના સને ૧૯૨૫ માં નાગપુર ખાતે વિજ્યાદશમીનાં પરમ પવિત્ર દિવસે ડૉ. હેડગેવારજી દ્વારા કરવામાં આવેલી. જે આજે સમગ્ર ભારતવર્ષ ઉપરાંત દુનિયાનાં ઘણાં દેશોમાં કાર્યરત છે.
રાષ્ટ્રને સમર્પિત અને સંસ્કૃતિની ભાવનાથી ઉજાગર એવા સ્વયંસેવકો દ્વારા માણાવદર શહેર અને તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અનેક ધાર્મિક અને સામાજીક સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વિજયાદસમીના અવસરે તાલુકાનું પથ
સંચલન અને
શસ્ત્રપૂજનનો ભવ્ય ઉત્સવ યોજી હિંદુ સંસ્કૃતિની પરંપરા અહર્નિશ રાખવામાં આવી હતી. સંઘના ૨૦૦ જેટલા સ્વયંસેવકો સેનાનાં રણબંકાઓની જેમ ગણવેશમાં શહેરના મુખ્ય માર્ગો પર ઘોષવાદ્યોનાં લયબદ્ધ વાદન સાથે સંઘના ગુરૂ પ્રતિક એવા ભગવા ધ્વજને કેન્દ્રમાં ધારણ કરી કદમ થી કદમ મિલાવીને ભવ્યાતિભવ્ય શૌંર્ય સાથે સંચલનમાં જોડાઈ હિન્દુ સંસ્કૃતિનાં શૌર્યનું પ્રદર્શન કર્યું હતું.
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લોકો દ્વારા ભગવા ધ્વજ ઉપર આ સંચલન દરમ્યાન પુષ્પવર્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સંઘનાં જુનાગઢ પ્રાંતનાં સંઘચાલક શ્રી સામજીભાઈ દૂધાતે પ્રસંગોચિત્ત બૌદ્ધિક પ્રવચન આપેલ હતું. આ સમગ્ર ઉત્સવને સફળ બનાવવા માટે માણાવદર તાલુકા માન. સંઘચાલક્જી શ્રી ભાવેશભાઈ માકડીયા, તાલુકા કાર્યવાહશ્રી
ગોવિંદભાઈ ડઢાણીયા, નગર કાર્યવાહશ્રી પંકજભાઈ બુટાણી તેમજ માણાવદરનાં તમામ સ્વયંસેવકોએ ખુબ જહેમત ઉઠાવેલ. આ તકે અનુપમ મિશન – માણાવદર કે જે એક સ્વામિનારાયણ સંપ્રદાયની ધાર્મિક અને સેવાભાવી સંસ્થા છે તેના પટાંગણમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થયેલ અને અનુપમ મિશન – માણાવદરના સાધકો દ્વારા તમામ વ્યવસ્થામાં ખુબ સહકાર આપવામાં આવ્યો હતો.