ગંગા સ્વરૂપ મહિલાઓને સિવણ મશીનો આપી પગભર કરી માનવજ્યોત સંસ્થાએ
ભુજ, માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓને પગભર કરવાનાં ઉદ્ેશ સાથે દાતા અમૃતબેન નારાણભાઇ મેપાણી સૂરજપરનાં સહયોગથી ૧૦ મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા હતા.
દાતા ડાયલાન નયના રાકેશ જેઠવા તથા પાર્વતીબેન અશ્વિનભાઇ જેઠવાનાં સહયોગથી
બે ગંગા સ્વરૂપ મહિલાઓને સિવણ મશીન તથા બે દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરાઇ હતી. દરેક મહિલાઓને ઠંડા પાણીનાં માટલા પણ અપાયા હતા. Manavjyot Sansthan gave a foothold to Ganga Swaroop women by giving them sewing machines
પ્રારંભે સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, દાતાઓનાં સહયોગથી અત્યાર સુધી ૫૨૩ ગંગા સ્વરૂપ મહિલાઓને સિવણ મશીન આપવામાં આવ્યા છે. દાતાઓનાં સહયોગથી સંસ્થા દ્વારા જરૂરતમંદ ગંગા સ્વરૂપ મહિલાઓને સિવણ મશીનો અપાયા છે.
જેથી આ મહિલાઓ ઘેર બેઠા સિલાઇનું કામ કરીપોતાનું ગુજરાન ચલાવી શકે છે. આ પ્રસંગે સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી મહિલાઓને સમાજમાં ગૌરવભેર આનંદથી જિંદગી જીવવા સમજ આપી હતી.
રમેશભાઇ માહેશ્વરી, આનંદ રાયસોની, નીતીનભાઇ ઠક્કર, જેરામ સુતાર, દીપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, ડો. પ્રતિક્ષાબેન પવાર, ઇલાબેન વૈષ્ણવે વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.