માંડલ તાલુકાના નાના ઉભડા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ
ગામના ૭૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, બાગાયતી પ્રાકૃતિક કૃષિ સહિત વિવિધ સહાય યોજનાઓ સંદર્ભે માહિતી મેળવી
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતતપણે વધી રહ્યો છે. રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. રાજ્યના કૃષિ અને બાગાયત વિભાગ સહિત ATMA દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ બાબતે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવા પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવી છે.
આવા જ એક પ્રયાસના ભાગરૂપે આજે અમદાવાદના માંડલ તાલુકાના નાના ઉભડા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ૭૦ જેટલા ખેડૂતો આ તાલીમમાં સહભાગી થયા હતા. તાલીમમાં પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, બાગાયતી પ્રાકૃતિક કૃષિ સહિત વિવિધ સહાય યોજનાઓ સંદર્ભે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ તકે RFO(રેન્જ ફોરેસ્ટ ઓફિસર) સુશ્રી પી.ટી.વાઘેલા, વિસ્તરણ અધિકારી- ખેતી શ્રી સતીશ મકવાણા, ફોરેસ્ટર શ્રી, ગ્રામસેવક શ્રી ટી. આર. પટેલ સહિતના અધિકારીઓએ ઊપસ્થિત રહીને ખેડૂતોને માહિતગાર કર્યા હતા.