માંડલ તાલુકાના સ્થાનિક પ્રશ્નો બાબતે ત્વરિત નિરાકરણ લાવતા કલેકટર પ્રવીણા ડી. કે.
માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતાં અમદાવાદ જિલ્લા કલેકટર-જિલ્લા કલેકટરશ્રીએ માંડલ તાલુકાના સીતાપુર, ઉઘરોજ, ઉઘરોજપુરા ગામની લીધી મુલાકાત
ગ્રામ પંચાયત કચેરીની કામગીરીની સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો
અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે. એ માંડલ તાલુકાના સીતાપુર, ઉઘરોજ, ઉઘરોજપુરા ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ત્રણેય ગામની મુલાકાત લઈ પ્રજાકીય કાર્યોની સમીક્ષા કરી હતી.
કલેકટરશ્રીએ ત્રણેય ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો અને સ્થાનિક પ્રશ્નો વિશે માહિતી મેળવી તેના યોગ્ય નિરાકરણ બાબતે સબંધિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. વધુમાં કલેકટરશ્રીએ ગામોમાં સ્વચ્છતા બાબતે પણ ભાર મૂકવા કહ્યું હતું.
વધુમાં, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ ત્રણેય ગ્રામ પંચાયતના કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા આ ઉપરાંત વિકાસના કાર્યોની પણ સમીક્ષા કરી હતી તથા ત્યાં હાજર સબંધિત અધિકારીઓને આ બાબતે જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ ઉપરાંત કલેકટરશ્રી રેકર્ડ નિરીક્ષણ કરી હાજર અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી સૂચન કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન મામલતદાર શ્રી હર્ષા રાવલ, પ્રાંત અધિકારી શ્રી વિરેન દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રી વિકાસ કુમાર અને સ્થાનિક વહીવટીતંત્રના લોકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.