મ્યુનિ.ના અધિકારી અને કર્મચારીઓ માટે મોબાઈલ એપ પર હાજરી પુરવી ફરજીયાત
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વર્ગ-૧, વર્ગ-ર અને વર્ગ-૩ના અધિકારીઓને અને કમ્ર્ચારીઓ માટે હવે રોજ સવાર અને સાંજ એમ બે વખત મોબાઈલ એપ દ્વારા હાજરી ફરજીયાત પુરવાનો મ્યુનિ. કમીશ્નરે આદેશ કર્યો છે. અને આ નવા નિયમની મ્યુનિ. કોર્પોરેશનના પચીસ હજારથી વધુ અધિકારીઓ પર અસર પડશે.
આ યોજના આગામી તા.૧૬મી સપ્ટેમ્બરથી અમલી બનશે. આ માટે મ્યુનિ. દ્વારા ખાસ મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. અધ્કિારીઓને અને કર્મચારીઓ આ એપ્લીકેશનમાં પંચઈન તથા પંચઆઉટ કરી સેલ્ફી લઈ હાજરી ભરી શકશે.
દેખીતી રીતે જ મ્યુનિ. ઓફીસ દરમ્યાન ગુલ્લી મારતા અનેસાંજના ૬.૧૦ ના સમય પહેલા વહેલા ચાલ્યા જતા અધિકારીીઓને અને મ્યુનિ. કમ્ર્ચારીને કાનુની પાઠ ભણાવવા આ યોજના અમલી બનાવવામાં આવી છે. અને તેના અમલ પહેલાં મ્યુનિ. ભાજપના પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ મ્યુનિ.સ્ટેન્ડીગ કમીટીમાં તેની મંજુરી પણ લેવામાં આવી છે.
મ્યુનિ.સુત્રોએ એમ જણાવ્યું કે, વર્ગ-૧ અને વર્ગ-ર કલાસ ૧ અને ૩ના અધિકારીઓ પોતાની ઓફીસમાં ઓફીસ અવર્સ દરમ્યાન હાજર ન રહેતા હોવાથી મ્યુનિ.કામો માટે મ્યુનિ. કમીશ્નરે ડેપ્યુટી કમીશ્નરો સાથે મ્યુનિ. શાસકપક્ષ ભાજપના પદાધિકારીઓ તેમનો સીધો સંપર્ક કરી શકતા ન હતા
એટલું જ નહી મોબાઈલ ફોન પર પણ તેમનો સંપર્ક સાધવવા મુશ્કેલ બન્યો હોવાની સ્ટેન્ડીગ કમીટી તથા અન્ય કમીટીના સભ્યો સતત ફરીયાદ કરતા હતા. કોર્પોરેટરોની ફરીયાદ તો કાયમી બની હતી. આ માટે મ્યુનિ. કમીશ્નર લોચન સેહરાનું શાસક પક્ષના પદાધિકારીઓને ધ્યાન પણ દોર્યું હતું.
સુત્રોએ જણાવ્યું કે કલાસ વન ટુ અને થ્રીના કર્મચારીઓ બાદ ચોથા વર્ગના પટ્ટાવાળા ડ્રાઈવરો ઉપરાંત સફાઈ કામદારો સહીતના તમામ કર્મચારીઓ માટે પણ મોબાઈલ એપથી હાજરી પુરવાની યોજના અમલી બનાવવામાં આવનાર છે. આ માટે ખાસ પ્રકારની મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવનાર છે.