મંદિરા બેદીના જીવનસાથી રાજ કૌશલનું હાર્ટ એટેકથી નિધન
અભિનેત્રી મંદિરા બેદી કલ્પના પણ કરી શકતી ન હતી કે બુધવારની સવાર તેના જીવનમાં એક તોફાન લાવશે. મંગળવારે મંદિરાની ખુશી શોકમાં ફેરવાઈ ત્યારે તેના જીવનસાથી રાજ કૌશલને વિશ્વને અલવિદા કહ્યું. રાજ કૌશલનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. મંદિરાએ જેની સાથે જીવવા અને મરવાની કસમ લીધી હતી તેનું આ રીતે દુનિયાને અલવિદા કહેવાથી તે તૂટી ગઈ છે. Filmmaker and Mandira Bedi‘s husband Raj Kaushal passed away due to cardiac arrest Wednesday early morning around 4.30am.
મંદિરા બેદીએ 14 ફેબ્રુઆરી 1999 ના રોજ રાજ કૌશલ સાથે લગ્ન કર્યા. મંદિરા બેદી અને રાજ કૌશલની પહેલી મુલાકાત 1996 માં મુકુલ આનંદના ઘરે થઈ હતી, મંદિરા ત્યાં ઓડિશન આપવા આવી હતી અને રાજ મુકુલ આનંદના સહાયક તરીકે કામ કરતો હતો. અહીંથી બંનેએ એકબીજાને જોયા અને તેમનો પ્રેમ શરૂ થયો.
આ દંપતીને એક પુત્ર વીર છે અને ગયા વર્ષે જ મંદિરા અને રાજે એક બાળકીને દત્તક લીધી હતી અને તેનું નામ તારા રાખ્યું હતું. વર્ક ફ્રન્ટ પર, રાજે તેની કારકિર્દીની ત્રણ ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’, ‘શાદી કા લડ્ડુ’ અને ‘એન્થોની કૌન હૈ’ નિર્દેશિત કરી હતી.